તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોળી સમાજના સૌથી મોટા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરનાવીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા કોળી સમાજ માટેના 151 યુગલોના વિરાટ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતાથી પ્રેરાઇને માંધાતા સંગઠન દ્વારા આગામી તા.19 ફેબ્રુઆરી-2017ના રોજ ફરી એજ સ્થળે એટલે કે ભાવનગરના ગધેડિયા ફિલ્ડ- જવાહર મેદાનમાં 501 યુગલોના વિરાટ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વીર માંધાતા સંગઠનના વડા કોલી રાજુભાઇ સોલંકી જણાવી રહ્યા છે કે સમગ્ર અયોજન કોળી સમાજને જાગૃતી બક્ષવા માટે સતત કાર્યરત એવા એક સંગઠનનું છે, અમારું છે. મહત્તમ કાર્યકરો પણ કોળી સમાજના હશે પરંતુ કોળી સમાજ હર કોઇ સમાજના ગરીબ લોકોને સાથે રાખીને ચાલવા માંગે છે. માટે વખતનું આયોજન રીતે કરવામાં આવ્યું છે કે તેમાં માત્ર કોળી જ્ઞાતિના યુગલો નહીં, તમામ જ્ઞાતિના યુગલોને લગ્નોત્સવમાં સમાવી લેવામાં આવશે. રસ ધરાવતા કોઇ પણ જ્ઞાતિના વડિલો, વાલીઓ માટે ભાવનગરમાં પાનવાડી ખાતે આવેલ વીર માંધાતા સંગઠનના કાર્યાલયનો સંપર્ક કરી એન્ટ્રીફોર્મ મેળવી શકે છે. વિરાટ આયોજન અંગે સંગઠનના કાર્યકર્તાઓએ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

સમગ્ર આયોજન અંગે ભાવનગરના િવર માંધાતા સંગઠનના અધ્યક્ષ કોલી રાજુભાઇ સોલંકી,એ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2017ના અત્યાર સુધીના સૌથી મોટા, વિરાટ સમૂહ લગ્નમાં કોળી સમાજના વીર સેવકો ભારતીય સમાજના હર કોઇ લોકોની સેવા કરશે. ગધેડિયા ફિલ્ડમાં 501 યુગલોના સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં સહુ કોઇને તે વાતની અનુભૂતિ થશે.

શહેર વચાળે જવાહર મેદાનમાં 501 વરઘોડિયાં પરિણય પંથે કરશે પ્રયાણ

ભાવનગરમાં વીર માંધાતા સંગઠન દ્વારા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો