તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાન બક્ષતા ગુરૂની વંદનાનું આજે મહાપર્વ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢસુદ પૂનમ, તા.19 જુલાઇને મંગળવારે ગુરૂ વંદનાના પાવન પર્વ ગુરૂ પૂર્ણિમાની ભાવ-ભકિત અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. ગુરૂપૂર્ણિમાના દિવસે શિષ્યો પોતાના ગુરૂને વંદન-પૂજન કરી ઋણ અદા કરે તેવી આપણી પ્રાચીન પરંપરા છે. શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારમાંથી દૂર કરી જ્ઞાનમાં પ્રકાશમય પંથે દોરી જતાં ગુરૂને આપણી ભારતીય સંસ્કૃતિએ ઈશ્વર સાથોસાથ સ્થાન આપ્યું છે. સંતોની ભૂમિ ગોહિ‌લવાડમાં પણ મંગળવારે ગુરૂપૂર્ણિમાના પર્વે બગદાણા સહિ‌ત ગામેગામ ગુરૂપૂજન, અર્ચન અને વંદનાના કાર્યક્રમો યોજાશે.

ગોહિ‌લવાડમાં ગુરૂજનોની પાવન ભૂમિમાં સૌ પહેલું નામ બગદાણા યાદ આવે. વિશ્વભરમાં ‘બાપા સીતારામ’નો નાદ ગુંજવનારા પૂ. સંત બજરંગદાસબાપાની કર્મભૂમિ

...અનુસંધાનપાના નં.12બગદાણામાંગુરૂપૂનમ નિમીત્તે વર્ષે તા.19ને મંગળવારના દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમો મુજબ વહેલી સવારે 5 કલાકે મંગળાઆરતી, ધ્વજાપૂજન સવારે 8-30 થી 9-30 કલાક દરમિયાન યોજાશે. તેમજ પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી શરૂ થશે. સદ્દગુરૂદેવ સંત પૂ.બજરંગદાસબાપાના ધામમાં ગુરૂપૂનમના મહિમાપૂર્ણ અવસરે બાપા સીતારામના નાદ સાથે દોઢેક લાખ ભાવિક ભક્તજનો બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય થશે.

બગદાણા ઉપરાંત મહુવા, તલગાજરડાના પૂ. મોરારિ બાપુ દ્વારા પણ ગુરૂપૂર્ણિમા પર્વે પરંપરાગત રીતે ઉજવણી થશે. ચિત્રા ખાતે પરમહંસ કક્ષાના સંત પૂ. મસ્તરામ બાપાના મંદિરે પણ સોમવારે દૂર-દૂરથી ભાવિક-ભકતોનો પ્રવાહ ઉમટશે.જેમાં સવારે ગુરૂપૂજન વિધિ થશે અને બાદમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં તખ્તેશ્વર મંદિરના પગથિયા પાસેના મઢુલી ધામમાં સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, ગુરુપૂજન, બપોરે મધ્યાહન આરતી, સંધ્યા આરતી થશે. તો સાંજે મહાપ્રસાદનું વિતરણ થશે.

ભાવનગર શહેરમાં કાળીયાબીડ ખાતે રામમંત્ર મંદિરના ધ્યાન હોલમાં સવારે ચરણ પાદુકા પૂજન કરી ગુરૂપૂર્ણિમા ઉજવાશે. બોટાદની પાળીયાદ ખાતે પૂ. અમરાબાપાના પવિત્ર ધામ વિસામણ બાપાના ધામે ભકતોનો પ્રવાહ ઉમટશે. તો ઉખરલા ગામે પખારામબાપાના ર્તીથસ્થાને શિષ્યવૃંદ પૂજન-અર્ચન કરશે.

ભંડારીયા ખાતે પૂ. દુ:ખી શ્યામબાપાના આશ્રમે ગુરૂ ઉત્સવ ઉજવાશે. ઉપરાંત પૂ. દયારામબાપુ, પૂ. નેપાળીબાપુ (ખૂંટવડા), પૂ. ગરીબરામબાપુ (વરતેજ), પૂ,. જંગમબાપુ (તગડી), પૂ. કસ્તુરગિરીબાપુ (ધારડી), પૂ. સતુઆબાબા આશ્રમ, પૂ.સીતારાબાપુ (અધેવાડા) અને અન્ય સ્થળોએ ગુરૂપર્ણિમાના પર્વે પૂજન-અર્ચન, ગુરૂવંદના સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. દુ:ખીશ્યામ બાપા આશ્રમ ભંડારીયા ખાતે મંગળવારે સવારે ધજારોહણ બાદ પાદુકા પૂજન થશે પછી પ્રસાદ વિતરણનો લાભ હરિભક્તો લેશે.

પખામહારાજના ઉખરલા ગામે આવેલ પૂ.પખારામબાપાની જગ્યામાં મંગળવારે ભારે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. જેમાં સવારે 5 કલાકે મંગળા આરતી, 10 કલાકે ગુરૂપૂજન, 10-30 કલાકે ભોજન શાળાના દાતાઓનું સન્માન, 11 કલાકથી મહાપ્રસાદ તથા રાત્રીના 10 કલાકે સંતવાણી યોજાશે.

અધેવાડામાં સીતારામબાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે. મંગળવારે ગુરૂપૂર્ણિમા પર્વની શિવકુંજ આશ્રમ અધેવાડા ભાવનગરમાં ભક્તિભાવ સાથે ઉજવણી થશે.

છોટે કાશી સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ મંદિરે,મોઘીંબાની જગ્યા, આનંદ આશ્રમ, સાંઇબાબાના મંદિર, બ્રહ્મકુંડ પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિર સહિત શહેરના મંદિરો અને આશ્રમે,મઢુલીએ ભાવિક ભકતજનો વહેલી સવારથી દર્શનાર્થે બહોળી સંખ્યામાં ઉમટી પડશે. પૂ.સ્વરૂપાનંદજી પૂ.જીણારામજી, પૂ. ધરમદાસબાપુ, પૂ. નિરૂબાપુ, પૂ.રવુબાપુ, પૂ.ગોકુળદાસબાપુ સહીતનાં ગુરૂજનો ભાવિક ભકતજનોને આશીર્વચન પાઠવશે. સિહોર પંથકમાં ઉસરડ ગામે આવેલ પ્રખ્યાત જાયારામ બાપાના આશ્રમ, આંબલા વાકીયા આશ્રમ, સણોસરાના દાનવ આશ્રમ,બેકડી તાપડીયા આશ્રમ, અગિયાળી ગણેશ આશ્રમ, દેવગાણા ગોપાલ આશ્રમ, મઢડા ભગવતી આશ્રમ સહિત આશ્રમોમાં શ્રધાળુઓની ભીડ જામશે.

બગદાણામાં 6500

સ્વયંસેવકો

બગદાણાખાતે દોઢેક લાખ ભાવિક શ્રદ્ધાળુજનો પધારવાના હોય તેવી ધારણા સાથે આગોતરી વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ ગયો છે. ગુરૂઆશ્રમના તાલીમબદ્ધ સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે. ગુરૂપૂનમના દિવસે 5000 ભાઈઓ તેમજ 1500 બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપશે.

ભગવાનદત્તાત્રયે 24 ગુરૂ માનેલા

ભગવાનદત્તાત્રયે 24 ગુરૂ માન્યા હતા. જેમાં પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અિગ્ન, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગીયુ, મધમાખી, હાથી, મધ લઈ જનાર પારધી, હરણ, માછલી, વેશ્યા, ટીટોડી, બાળક, કુમારી, બાણ બનાવનાર, સર્પ, કરોળીયો અને ભમરાનો સમાવેશ થાય છે.

ઉંચ-નીચના ભેદ ભૂલીને આજે શિષ્યો પોતાના ગુરૂના આશ્રમે જઈ પૂજન-અર્ચન, વંદન કરશે

ઉજવણી | બગદાણામાં ગુરૂ વંદના માટે દેશ-વિદેશમાંથી ઉમટી પડશે દોઢેક લાખ ભક્તો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો