તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • બોલેરો કારનાં ચાલકે બાઇકને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલેરો કારનાં ચાલકે બાઇકને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા-ભાવનગરનેશનલ હાઇવે-51 ઉપર આવેલા લીલવણ ગામનાં પાટીયા પાસે મહેન્દ્રા બોલેરોના વાહન ચાલકે મોટરસાયકલ સવારોને અડફેટે લેતાં બાઇક ચાલકનું ઘટનાં સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતુ.

સોમવારે સવારે બનેલી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ લીલવણ ગામનાં પાટીયા પાસે બોલેરો વાહન નં.જી.જે.01.આર.એન.-1768નાં અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી મોટરસાયકલ નં.જી.જે.4.એ.કયુ.-4463 સાથે અથડાવતા બાઇક ચાલક દલીત કાનાભાઇ ભીમાભાઇ ડાભીનું ઘટનાં સ્થળે મોત નીપજયું હતુ.

ઘટનાં બાદ બોલેરો ચાલક પોતાનું વાહન મુકીને નાસી ગયો હતો.આ બનાવમા બાઇકની પાછળ બેઠેલ સગીર સુરેશ મનાભાઇ ડાભીને ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

બનાવ અંગે રમેશભાઇ ડાભીએ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહુવાનાં લીલવણ ગામ પાસેની ઘટનાં

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે ભાવનગર ખાતે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો