તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ગુરૂપૂર્ણિમા મહોત્સવ }વાસુદેવ ઔદિચ્ય વેદશાળા (પાઠશાળા) વાસુદેવઔદિચ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂપૂર્ણિમા મહોત્સવ }વાસુદેવ ઔદિચ્ય વેદશાળા (પાઠશાળા) વાસુદેવઔદિચ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુરૂપૂર્ણિમા મહોત્સવ

}વાસુદેવ ઔદિચ્ય વેદશાળા (પાઠશાળા)

વાસુદેવઔદિચ્ય વેદશાળા (પાઠશાળા), દાંતિયાવાળી શેરી, મામાકોઠા રોડ, ભાવનગર ખાતે ગુરૂપૂર્ણિમા નિમત્તે ગુરૂપુજન (વ્યાસપુજન) આજે સાંજે 6 કલાકે રાખેલ હોય ભક્તજનોને દર્શનાર્થે પધારવા આમંત્રણ છે.

}કમલેશ્વરમહાદેવ ઘોઘાસર્કલ

સેવારામઆશ્રમ ખાતે આજે ગુરૂપૂર્ણિમા ઉજવાશે પૂ.સતંશ્રી મહામંડલેશ્વર લાલબાબા (હરીદ્વારવાળા) અને કમલાજી ઉદાસીન હરીહર સત્સંગ સેવારામ આશ્રમના સાનિધ્યમાં ઉજવાશે. સવારે 10-30 કલાકે ગુરૂ પાદુકા પૂજન કરાશે. છેલ્લા 7 દિવસથી ચાલતા પાઠની ગ્રંથની પૂર્ણાહૂતિ કરાશે.

}સંતશ્રીજેઠીદાસ બાપુ ચેરીટેબલ ટસ્ટ

આજેસવારે 9 કલાકે સદગુરૂ કબીર સાહેબ ગુરૂવર્ય સ્વ.જેઠીદાસબાપુની ગુરૂવંદના, આરતી, કબીરવાણીનો ઓડીયો કેસેટનો કાર્યક્રમ વિનોદચંદ્ર સોલંકી ભાવિ પ્લોટ નં.19/બી/2 તિલકનગર સોસાયટી ખાતે રાખેલ છે.

}દિવ્યજીવન સંઘ ભાવનગર

સ્વામીશિવાનંદજી તથા સ્વામી ચિદાનંદજી મહારાજની પાદુકાજીના પૂજનનો કાર્યક્રમ આજે સવારે 8 થી 9 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે. સાંજે 5-30 થી 7 અખિલેશભાઇ પાઠકનો વિશેષ સત્સંગ છે.

}સાઇમહિલા સ્ટડી સર્કલ, સમુહ સાઇ ભજન

સત્યસાઇ સેવા સમિતિ આયોજીત ગુરૂપૂર્ણિમા નીમીતે સાઇ મહિલા સ્ટડી સર્કલ સાંજે 5 થી 6-30 તેમજ સમુહ સાઇ ભજન સાંજે 6-30 થી 8 સાઇ પ્રશાંતી હોલ આંબાવાડી અપંગ પરિવાર પાસે છે.

}શિવયોગ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ગુરૂપૂર્ણિમામહોત્સવ તથા પાદુકા પૂજન આજે બપોરે 4-30 થી 7-30 લેઉઆ પટેલની વાડી ધજાગરાવાળી શેરી કણબીવાડ ખાતે રાખેલ છે.

}શ્રીરંગ દત્ત પરિવાર

આજેગુરૂપૂર્ણિમા નિમિતે પાદુકા પૂજન સાંજે 6 થી 8 રંગ ભુવન સરદારનગર ખાતે રાખેલ છે. રંગ ભકતોએ પધારવુ.

}રસીકસંકિર્તન મંડળના ભજન કિર્તન

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ આજે રાત્રે 9-30 થી 11-30 ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂપૂજનનો કાર્યક્રમ અંધારીયા કાછીયા જ્ઞાતિની વાડી જુની માણેકવાડી ખાતે રાખેલ છે.

}પૂ.સંતશ્રીદયારામબાપા બાલમંદિર, પ્રા.શાળા

આજેશાળા તથા રેનેસા મા.,ઉ.મા.શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમા બાળકોને બાલભોગની પ્રસાદી વિતરણ કરાશે.તેમજ ભવન ધૂન કાર્યક્રમ રાખેલ છે

}ગોળીબારરામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 9 થી 11 તપસ્વી બાપુની વાડી પરીમલ પાસે આનંદ વાટીકા ભગીની મંડળ હોસ્પીટલની બાજુમાં રાખેલ છે.

}સાઇસેવા સમાજ ટ્રસ્ટ

મેઘાણીસર્કલ ખાતે આવેલ સૌથી જુનુ અને શિરડ સાઇબાબા મંિદરમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ આજે ઉજવાશે. જેમા સવારે 5 થી 6 દૂધનો અભિષેક તમામ ભકતો લાભ લઇ શકશે. લાભ લેવા ઇચ્છુકોએ દૂધ સાથે લાવવુ. 6-05 મહાદેવજીની આરતી, 6-30 સાઇ ચાલીસા પાઠ, 7-30 ધજાજી રોપણ 9 થી 10 ગુરૂ પાદુકા પૂજન, મધ્યાને 12-30 થાળ તથા આરતી 1 થી 3 મહાપ્રસાદ, 4 કલાકે દર્શન, 5-30 થી 7-30 બાબાની પાલખી યાત્રા 7-35 બાબાની 108 દિવડાની મહાઆરતી રાત્રે 9-30 થી 12-30 અસ્થમા કેમ્પનુ આયોજન છે.

}ભાવનગરકચ્છ સમાજ

પૂ.વાલમદાસજીમહારાજના ભાવનગર વસતા ભકતજનો દ્વારા કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે ભાવનગર કચ્છ સમાજ નિર્મિત મા આશાપુરા મંદિરના પરીસરમાં આજે રાત્રે 9 થી 11 સત્સંગ ભજનનો કાર્યક્રમ રાખેલ છે.

}અધ્યાત્મવિદ્યામંદિર

પૂ.સ્વામીનીતત્પરાનંદજીના સંગાથે આજે ગુરૂપૂર્ણિમા નિમિતે સાંજે 5 થી 6 ગુરૂ પાદુકા પૂજનનુ ષોડશોપચાર પુજા, અર્ચન, જપ ભજન કરવામાં આવશે. બાદ પૂ.સ્વામી વિદીતાત્માનંદજીનો ગુરૂ સંદેશ વાંચવામાં આવશે. અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં તળાજા રોડ.

}નિલકંઠવૈદિક સંસ્કૂત પાઠશાળા વેદાંત ભવન

ગાયત્રીનગરરોડ ઘોઘારોડ ખાતે મહાદેવપૂજન શંકરાચાર્ય પૂજન, ગુરૂદેવ આચાર્ય મનીષભાઇ વ્યાસનુ પૂજન આજે સાંજે 5 થી 6 રાખેલ છે. પાઠશાળાનુ શિક્ષણકાર્ય શરૂ છે.

}હરીઅોમ રામદરબારના સંકિર્તન

બાપાસીતારામ ગૃપ તરફથી ગુરૂ પૂનમ હોવાથી આજે રાત્રે 9-30 થી 10-30 ન્યુ સિંધુનગર સંત કકુરામ મંિદર રોડ મોચીની વાડીની બાજુમાં રાખેલ છે.

}ભાવનગરવિપશ્યના કેન્દ્ર

ગુરૂપૂર્ણિમાનિમિતે જુના સાધકો માટે આજે સાંજે 6 થી 8 સામુુહિક સાધના તથા પ્રવચન સુચક મેડીકલ સેન્ટર એન્ડ હોસ્પીટલ જલારામ દર્શન કાળુભા ખાતે છે.

}બાપાસીતારામ રામદરબાર

આજેરાત્રે 9 કલાકે ગુરૂપૂર્ણિમા પ્રસંગે બજરંગદાસ બાપાનુ મંદિર વડવા વોશીંગઘાટ પાસે રાખેલ છે.

}કામનાથસંસ્કૃત વેદશાળા

સ્વ.રામભાઇમહાદેવ (ગુરૂજી) નિમિર્ત કામનાથ વેદશાળા વિજયરાજનગર ખાતે આજે સાંજે 7-30 થી 9-30 વ્યાસ પૂર્ણિમા ઉજવાશે. જેમા વ્યાસજીનુ પુુજન, અાદ્ય જગદગુરૂ શંકરાચાર્યજીનુ પૂજન, વેદશાળાના પ્રણેતા સ્વ.રામભાઇની છબીનુ તથા વેદમાતા ગાયત્રી માતાનુ ષોડશોપચાર પુજન, અર્ચન, અભિષેક, મહાઆરતી, પ્રસાદ તથા રૂષિકુમારો દ્વારા વેદમંત્રોનુ સમુહ ગાન સહિત વ્યાસ વંદના કાર્યક્રમ યોજાશે.

}બ્રજગોપિકા સેવા મિશન

બ્રજગોપિકા સેવા મિશનના ગુરૂસમર્પણ માટે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવવા માટેના વિશેષ સત્સંગ આજે સાંજે 5-30 થી 7-30 સુભાષનગરમાં સુખદ ફલેટ સામેના ખાંચામાં લક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટ હોલ ખાતે રાખેલ છે.

}પૂ.દાદાભગવાનના પૂજન કિર્તન ભકિત કાર્યક્રમ

ગુરૂપૂર્ણિમા નિમિતે આજ રોજ અડાલજથી પધારેલા આપ્તપુત્રો દ્વારા પૂ.દાદા ભગવાનની પૂજન કિર્તન સવારે 9-30થી સાંજે 6 કલાકે રામવાડી ભીડભંજન મંદિર સામે રાખેલ છે.

}અોમસાઇ રામદરબાર પરિવારના કિર્તન

સંકિર્તનનુઆયોજન આજે રાત્રે 9 કલાકે ગંગામૈયા ચોક ગુરૂપૂર્ણિમા નિમિતે દાનસંગભાઇ મોરી સરપંચ બુધેલ ગામે રાખેલ છે.

}ગુરૂપૂર્ણિમામહોત્સવ તથા આંખનુ ફ્રી નિદાન

તળાજારોડ ખાતે જેરામગિરિબાપુ હોસ્પ.માં આંખનો વિભાગમા સવારે 9 થી 12 ફ્રી નિદાન કેમ્પ છે. તથા સિદસર રોડ કૈલાસ આશ્રમ ખાતે સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં સવારે 7 આરતી, પૂજા, તથા જેરામગિરિ બાપુનો વંદના, સ્તુતી, શ્લોક,ભજન તથા પ્રસાદનો કાર્યક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો