Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પરિવહન મંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ સૌ પ્રથમ
કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પરિવહન મંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ સૌ પ્રથમ વખત ભાવનગર આવેલા ડો.મનસુખભાઇ માંડવીયાનું સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડિસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીઝ �ઓફ ચેમ્બર, શાળા કોલેજ સંચાલક મંડળ અને ભાવનગર પ્રેસ ક્લબ દ્વારા નાગરિક અભિવાદન સમારોહ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયો જેમાં કોઇ પણ જાતના રાજકીય રંગે રંગાયા વગર 215 જેટલી સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, વ્યાપારી સહિતની સંસ્થા�ઓએ અભૂતપૂર્વ રીતે અભિવાદન કરાયું તે અવસરે સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઇ વડોદરીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. પ્રસંગે કલાપથ સંસ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૂતિ કરવામાં આવી જેમાં દાંડીયારાસ, મિશ્ર રાસ, મન મોર બની થનગાટ કરે, વંદે માતરમનું નૃત્ય ગીત અને બહેરા મુંગા શાળાના બાળકોએ પોતાની કલા દર્શાવી હતી. તો ભૈરવી દીક્ષિતે સંસ્કૃતમાં ગીતો ગાયા હતા. ખાસ તો ગોહિલવાડની આગવી �ઓળખ સમાન ભાતીગળ દાંડિયા-રાસની પ્રસ્તૂતિ કુશલ ત્રિવેદી અને તેના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. નૃત્યોત્સવની અદભૂત પ્રસ્તૂતિથી દર્શકો અભિભૂત થયા હતા. તસવીર- અજય ઠક્કર
ડો.મનસુખ માંડવીયાના નાગરિક અભિવાદન સમારોહમાં ભાતીગળ દાંડિયા-રાસની જમાવટ