તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 બિનવારસી બાળકોને મળ્યું નવજીવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 17 જુલાઇ

માનવસમાજની ભરી વસ્તીઅો વચ્ચે જન્મ સાથે ત્યજી દેવાયેલાં બાળકો મળી આવવાની ઘટના હર કોઇને કંપારી લાવી દે તેવી હોય છે. તેમ છતાં સત્ય છે કે રોજબરોજના જીવનમાં જેમને હળવા-મળવાનું બને છે એમાં ક્યાંક એવા મનુષ્યોનું અસ્તિત્વ છે કે જેઓ પોતાના જણ્યા�ઓને પાળવાને બદલે નોંધારા છોડી દેવાનું કૃર કૃત્ય કરે છે. જો કે એની સામે આશ્વાસન પણ છે કે મનુષ્ય સમાજમાં પાછી આવા બાળકોને પનાહ આપવાની પણ એક પ્રશંસનીય વ્યવસ્થા પણ છે. સર ટી હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં 12 નવજાત શીશૂ�ઓને નવજીવન મળ્યા છે.

છેલ્લા અઢી વર્ષમાં સર ટી હોસ્પિટલના એનઆઇસીયુ વિભાગમાં 12 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. વિભાગના હેડ ડો. જે.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ અહીં આપવામાં આવેલી સારવારનું ઊડીને આંખે વળગે એવું તથ્ય છે કે બિનવારસી હાલતમાં મળી આવતા બાળકોની કંડીશન સામાન્ય રીતે અત્યંત નાજુક હોય છે તેમ છતાં અહીં દાખલ થયેલ તમામ બાળકોનો અહીં અપાયેલી લેવલ-થ્રી કેરના કારણે બચાવ થયો છે. જ્યાં બાળકનું જીવતાં રહેવું અશક્ય હોય અેવી જગ્યાઓ પર ફેંકી ત્યજી દેવાયા બાદ લોકો, સંસ્થા�ઓ કે પોલીસ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવતા શીશૂ�ઓની પરિસ્થિતિ સાધારણ રીતે ગંભીર હોય છે. તેમને નિયોનેટલ સેપ્ટીસેમિયા, સેપ્ટીક સ્ક્રીન હોવાની સંભાવનાને લઇને તપાસ કર્યા બાદ રિપોર્ટ પોઝીટીવ હોય તો એન્ટીબાયોટીક્સ આપીને આગળની સારવાર હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે તેમને 15 દિવસથી લઇને દોઢ મહિના સુધી વેન્ટીલેટર સહિતના મશીનના ઉપયોગ સાથે લેવલ-થ્રી કેર આપવામાં આવે છે. દિવસો દરમ્યાન તેમને હાઇજીનીક કંડીશનમાં તૈયાર કરેલું દૂધ આપવામાં આવે છે. સામાન્ય રીતે બાળક બાળકના ગાર્ડીયન બાળ સુરક્ષા ગૃહ તરફથી હોય છે અને બાળક તંદુરસ્ત અને સલામત સ્થિતિમાં આવે ત્યારે તેને બાળ સુરક્ષા ગૃહને અથવા કોર્ટને સોંપવામાં આવે છે.

ત્યાગનું મોટું કારણ અવૈધ્ય સંબંધ

બાળકનોત્યાગમાં મોટે ભાગે અનેૈતિક અને ગેરકાયદે યૌન વ્યવહાર જવાબદાર હોય છે. પ્રકારના શારીરિક વ્યવહારોથી જન્મેલું બાળક સામાન્ય રીતે ગૂપ્તત્યાગનો ભોગ બનતું હોય છે. તે પછીના ક્રમે આવતું બાળત્યાગનું કારણ દિકરીના જન્મને અભિષાપ ગણવાની અમુક સમાજની માન્યતા છે. લોકો દિકરીને દૂધ પીતી કરવાને બદલે તેને બિનવારસુ હાલતે રમતી મૂકી દે છે. બળાત્કારથી જન્મેલ બાળકનો જન્મ બાદ તેની માતા જાહેર ત્યાગ કરે તેવા બનાવો નોંધાયા છે.

કોણ પહોંચાડે છે બાળકોને દવાખાને

સામાન્યરીતે બાળ વિકાસ ગૃહ, પોલીસ, એક્ટીવ સોસાયટીના સભ્યો, નેતાઓ, સેવાભાવીઓ, ઇમર્જન્સી સેવા 108 દ્વારા અનાથ શીશૂઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ક્યારેક કોર્ટ દ્વારા પણ આવા બાળકને હોસ્પિટલાઇઝ્ડ કરાય છે. આવા તમામ કેસમાં એમએલસી - મેડીકલ લીગલ કેસ થાય છે અને પોલીસ દ્વારા તેની તપાસ પણ થાય છે. પણ સામાન્ય રીતે પોલીસ તપાસ બાળત્યાગ કરનારને શોધી કાઢે એવું બનતું નથી.

તરછોડવામાં છોકરા-છોકરીનોભેદ નથી

જેમનેમાત્ર દિકરો જોઇએ છે એવાં લોકો પણ જન્મેલી દિકરીને ત્યજી દે છે. કેટલાક રૂઢિચૂસ્ત સમાજના લોકો દિકરીને દૂધ પીતી કરવાને બદલે દિકરીનો ગૂપ્તત્યાગ પણ કરે છે, એવી એક માન્યતા છે. પરંતુ ચોંકાવનારી હકીકત છે કે હોસ્પિટલમાં મળેલા 12 બાળકોમાંથી 6 મેલ ચાઇલ્ડ છે અને એટલી સંખ્યા ફીમેલ ચાઇલ્ડની છે.

બાળક પોતાની મેળે ખોરાક લેતું થાય પછી રજા

^સામાન્યરીતે બાળ વિકાસ ગૃહ, તેના ગાર્ડીયન અથવા કોર્ટને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે 9 મહિના 7 દિવસ, એટલે કે લગભગ 37 દિવસ બાદ રજા અપાય છે. રજા આપવા માટે બાળક પોતાની મેળે ખોરાક લેતું થયેલું હોય, ઇન્ફેક્શન હોય, છાતીના ધબકારા રેગ્યુલર હોય, 2 કિલોથી વધારે વજન હોય, અને રોજનું સરેરાશ 5થી 50 ગ્રામ વજન વધતું હોય તેવી સ્થિતિ બાળકને ડિસ્ચાર્જ આપવા માટે યોગ્ય ગણવામાં આવે છે. >ડો.મેહુલ ગોસાઇ, પેડીયાટ્રીશ્યન,સર ટી.હોસ્પિટલ, ભાવનગર

ભાવનગરમાં ખાનગી ધોરણે નવજાત શિશુઓનો ત્યાગ કરવાના કિસ્સામાં મેલ-ફિમેલ રેશિયો એક સરખો

માનવીય સંવેદના | જન્મથી જેમનું કોઇ નથી એમનું સગપણ નિભાવે છે સર તખ્તસિંહજી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો