ભાવનગર-મુંબઇ વિમાની સેવા ચાલુ રાખવા રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. ભાવનગર . 17 જૂન

ભાવનગરએરપોર્ટ બંધ થવાની અણીએ હતું ત્યારે શરૂ થયેલી એર ઇન્ડીયાની ફ્લાઇટ મહિના જેવા સમયગાળામાં બંધ થઇ જતાં ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર �”ફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એવિએશન મિનીસ્ટર ગંજપતિ રાજુ તથા એર ઇન્ડીયાને રજૂઆત થઇ છે.

એર ઇન્ડીયા વસ્ટર્ન રિજીયનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તથા એવિએશન મીનીસ્ટરને પત્ર લખીને કરેલી રજૂઆતમાં વાતની યાદ દેવડાવવામાં આવી છે કે જ્યારે તા.21/4/16ના રોજ સપ્તાહમાં 4 દિવસ ટ્રીપ મારતી સેવા ચાલુ કરવામાં આવી ત્યારે એર ઇન્ડીયા વતી મુકેશ ભાટિયાએ ઓરલ-મોરલ કમિટમેન્ટ કરતાં જણાવ્યુ઼ હતું કે થોડા દિવસમાં ફ્લાઇટને ડેઇલી કરવામાં આવશે પરંતુ થયું છે એવું કે જે સેવા ચાલુ થઇ હતી તે પણ ગઇ. 2જી જૂનથી બંધ થયેલી સેવા શરૂ થવાના કોઇ ઠેકાણા નથી ત્યારે વહેલી તકે યોગ્ય કરવા પત્ર દ્વારા થયેલી રજૂઆતમાં જણાવાયું છે.

2 જૂને બંધ થયેલી સેવા અધ્ધરતાલ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉડ્ડયન મંત્રી ગંજપતિને લખાયો પત્ર

અન્ય સમાચારો પણ છે...