તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખોને વાગોળવા માણસનો મૂળભૂત સ્વભાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસોનોમૂળભૂત સ્વભાવ દુ:ખોને વાગોળ્યા કરવાનો હોય છે. આજે તકલીફ, ડ્રાઈવર નથી આવ્યો, કામવાળા નથી આવ્યા. વગેરેમાંથી આપણે નીકળતા નથી. પરંતુ મૃત્યુ માટે કોઈ કહે તો તરત જીવવાની ઈચ્છા પરગટ કરીએ છીએ તેમ ભાવનગરના યુરોલોજીસ્ટ ડો.િનમિત્ત ઓઝાના પુસ્તક ‘માટીનો માણસ’ના લોકાર્પણમાં જાણીતા લેખિકા કાઝલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખરેખર માણસ કુદરતે સર્જેલું વિસ્મયકારી સ્વરૂપ છે અને જીવન માણવા જેવું છે.

યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કવિ વિનોદ જોષી દક્ષિણામૂર્તિ શાળાના ડો.નિમિતના િશક્ષક િવક્રમ મો. ભટ્ટ સહિતનાના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. િવનોદભાઈ જોષીએ જણાવ્યું કે, તબીબ જીવ બચાવવાનું કામ કરે છે. જ્યારે લેખક ભાષા બચાવે છે. આમ પુસ્તક દ્વારા સુભગ સમન્વય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગરના અનેક તબીબો સાહિત્યનો સ્પર્શ ધરાવે છે. તે કલાનગરી માટે ગૌરવની વાત છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવી અને પુસ્તકનો રસાસ્વાદ િહમલ પંડયા દ્વારા રજૂ કરાયા હતા.

ભાવનગરના ડો.નિમીત્ત ઓઝાના પ્રથમ પુસ્તક ‘માટીનો માણસ’નું લોકાર્પણ થયું તે અવસરે કલા અને સંસ્કૃિતની નગરી ગણાતા ભાવનગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડોકટરની સાહિત્ય ક્ષેત્રેની પકડને પણ બિરદાવી હતી.

િશક્ષણમાં િડસ્ટન્સ નહિ, છતાં િરસ્પેક્ટ...

શિક્ષક-િવદ્યાર્થીતરીકેનો સંબંધ આદર્શ ગણાય કે જેમાં િડસ્ટન્સ હોય છતાં િરસ્પેક્ટ જળવાતી હોય તેમ િવક્રમ મો.ભટ્ટે જણાવ્યું હતું. દક્ષિણામૂર્તિ શાળાના િસદ્ધાંતોમાં તત્વ સ્થાપના કાળથી વણાયેલું છે.

ડો.િનમિત્ત ઓઝાની પુસ્તક ‘માટીનો માણસ’નું કાઝલ ઓઝા વૈદ્યના હસ્તે લોકાર્પણ

સાહિત્ય | તબીબ પ્રજાના જીવ બચાવે તો લેખક ભાષાને બચાવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો