તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજ જેને તરછોડે છે તે લોકો કરે છે સમાજ સેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમાજજેને તરછોડે છે તે લોકો કરે છે સમાજની સેવા. વાત છે ભાવનગરના કિન્નર સમાજની એક એવો સમાજ છે કે જેને મોટા ભાગના સમાજ તરછોડે છે. તેમ છતાં િકન્નર સમાજ દ્વારા ભાવનગરમાં અનેક સેવાકીય કાર્યો થઇ રહ્યા છે. સેવા એટલે સર્વ જ્ઞાતિ સમાન. કિન્નર સમાજ અને શહેરની દાન પ્રિય જનતાના સહયોગથી ભાવનગરમાં ખીચડી રથ ફરી રહ્યો છે.

ભાવનગરના કિન્નર સમાજની પ્રેરણાથી શહેરના યુવાનો રાજુભાઇ ઉપાધ્યાય, અલપેશભાઇ કાપડી, કૌશિકભાઇ વાઘેલા, શૈલેષભાઇ પંડ્યા, ચિરાગભાઇ િત્રવેદી, અજયભાઇ મહેતા અને જયભાઇ રાજ્યગુરૂ દ્વારા નાતજાતના ભેદભાવ વગર હોશિયાર પણ સંજોગોની થપાટને પગલે ભણતર છોડનારા અને ઘોર કુપોષણનો ભોગ બનનારા બાળકોની વહારે આવીને તેમને પુરતુ પોષણ મળી રહે ને પુરતો ખોરાક મળી રહે તે માટેનો એક યજ્ઞ એક વર્ષ પૂર્વે ખીચડી રથ પ્રયત્ન ફાઉન્ડેશન ગ્રુપે કર્યો હતો અને સફળતા પૂર્વક 1 વર્ષ પૂર્ણ કર્યુ છે. સમાજ સેવાને અવિરત આગળ વધારી વધુ એક રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હાલમાં શહેરમાં બે ખીચડી રથ કાર્યરત કરવામાં આવ્યા છે.

માઇ ભક્તની પ્રરેણાથી અને પ્રયત્ન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ખીચડી રથ ઉપરાંત અનેક સમાજ ઉપયોગી કાર્યો થઇ રહ્યા છે. જેમાં દરરોજ ખીચડી અને દર શુક્રવારે સ્વીટ ખીર પીરસવામાં આવે છે.

તદ્દઉપરાંત ખીચડી રથ દ્વારા જૂના કપડા એકત્રિત કરવામાં આવે છે. તેમજ આધેડ વયની મહિલાઓને સાડી િવતરણ સહિતના અનેક સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે.

સેવાકીય પ્રવૃત્તિઓની આંકડાકીય િવગતો

{1 વર્ષમાં 1,09,810 બાળકોને ગરમ ખીચડી પીરશી

{ 59 પ્રસંગોમાંથી વધેલી રસોઇ 18,590 ગરીબોને પહોંચાડી

{ દર શુક્રવારે સ્વીટ ખીર 16,800 બાળકોને પીરસી

{ 4320 બાળકોને જૂના કપડા િવતરણ કરાયા

{ 233 િકશોરીઓને પંજાબી ડ્રેસ, ફ્રોકનું િવતરણ કરાયું

{ િકન્નર સમાજ દ્વારા 333 સાડીઓનું આધેડ મહિલાઓને િવતરણ

િકન્નર સમાજ અને અન્ય સંસ્થા દ્વારા ખીચડી રથ સહિતના સમાજ સેવાના કાર્યો

સરાહના | કિન્નર સમાજ દ્વારા મહિલાઓને સાડી િવતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો