તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડધો જુલાઇ માસ વિત્યો છતાં વરસાદમાં 410 મી.મી.ની ઘટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 17 જુલાઇ

વર્ષેભાવનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં અેકંદરે સંતોષકારક વરસાદ વરસી ગયા બાદ ચોમાસાના મુખ્ય ગણાતા અષાઢ માસમાં એકાદ બે નહીં પણ પૂરા 13 દિવસ નોંધપાત્ર વરસાદ વગરના વિતી જતા ગોહિલવાડ પંથકમાં વર્ષે ચોમાસામાં વરસાદની ચિંતા સૌ કોઇ કરવા લાગ્યું છે. અષાઢ માસમાં ધોધમાર વરસાદની આશા હજી સુધી ફળીભૂત થતા આજ દિન સુધી ભાવનગર જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 573 મી.મી.ની તુલનામાં હજી સુધી 163 મી.મી. વરસાદ થતા વર્ષે વરસાદમાં 410 મી.મી.ની જબ્બર ઘટ છે. ટકાવારીની દ્રષ્ટિએ 28.34 ટકા વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં અડધો જુલાઇ માસ વિત્યો છતાં આજ દિન સુધી ભાવનગર જિલ્લામાં સમગ્ર સિઝનનો વરસાદ 163 મી.મી. એટલે કે 6.53 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે અડધો જુલાઇ વિત્યો ત્યાં સુધીમાં જિલ્લામાં 290 મી.મી. એટલે કે 11.6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવે જો આગામી અઠવાડીયામાં જિલ્લામાં ધોધમાર અને સચરાચર વરસાદ નહીં વરસે તો પાક અને પાણી માટે મુશ્કેલી સર્જાશે.

ચાર તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ

જિલ્લામાંભાવનગર, જેસર, તળાજા અને વલ્લભીપુર એવા ચાર તાલુકામાં છે જ્યાં સિઝનનો કુલ વરસાદ 200 મી.મી.થી વધુ એટલે કે 8 ઇંચથી વધુ વરસી ગયો છે.

સિહોરમાં તો પૂરો બે ઇંચ વરસાદ પણ નથી થયો

વખતેમેઘમહેરમાં સૌથી છેવાડે સિહોર તાલુકો છે, સિહોરમાં વર્ષે સિઝનનો કુલ વરસાદ 49 મી.મી. થયો છે. એટલે કે ચોમાસામાં હજી પૂરો બે ઇંચ વરસાદ પણ થયો નથી.

15 જુલાઇ સુધીમાં વરસાદ : ગત વર્ષે-આ વર્ષે

તાલુકો વર્ષે વર્ષા ગત વર્ષે વર્ષા વધ ઘટ

ભાવનગર190 મી.મી. 410 મી.મી. -220 મી.મી.

ગારિયાધાર 203 મી.મી. 172 મી.મી. 31 મી.મી.

ઘોઘા 112 મી.મી. 217 મી.મી. -105 મી.મી.

જેસર 204 મી.મી. 329 મી.મી. -125 મી.મી.

મહુવા 145 મી.મી. 256 મી.મી. -111 મી.મી.

પાલિતાણા 161 મી.મી. 417 મી.મી. -256 મી.મી.

સિહોર 49 મી.મી. 284 મી.મી. -235 મી.મી.

તળાજા 202 મી.મી. 258 મી.મી. -56 મી.મી.

ઉમરાળા 143 મી.મી. 276 મી.મી. -133 મી.મી.

વલ્લભીપુર 216 મી.મી. 278 મી.મી. -62 મી.મી.

કુલ 163 મી.મી. 290 મી.મી. -127 મી.મી.

ભાવનગરમાં સરેરાશ 573 મી.મી.ની સામે વર્ષે હજી સુધી માત્ર 163 મી.મી. વરસાદ વરસ્યો

એનાલીસીસ| જિલ્લામાં 28.34 ટકા વરસાદ વરસ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો