સરહદે જઈ શકયા તો રથયાત્રામાં સૈનિક બન્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષદરમિયાનનો ગુસ્સો, પ્રેમ, લાગણી દર્શાવવા માટે યુવાનો રથયાત્રાની રાહ જોઈને બેઠા હોય છે અને અષાઢી બીજના સમયે તેમની સર્જનાત્મકાતને વાચા મળતી હોય છે. પ્રકારે સરહદની રક્ષા કરવા જઈ નહિ શકતા યુવાનોએ સૈનિકોના વેશમાં સર્જીકલ સ્ટ્રાઈકનો ફ્લોટ રજૂ કર્યો હતો.

ટ્રક નં.81માં કાછિયાવાડ યુવક િમત્ર મંડળનાં પ્રેમકુમાર, અલ્પેશભાઈએ જણાવ્યું કે, અમે ભારત-પાકિસ્તાનની સરહદ પર પોતાના જીવ હોમી દેતા સૈનિકોની કહાનીથી વાકેફ છીએ. સંજોગોવશાત્ હવે અમે સૈનિક બનીને ત્યાં જઈ શકતા નથી, પરંતુ અહીં આખો દિવસ તેમનાં જેવું જીવન જીવવાની કોશિષ જરૂર કરી શકીએ છીએ. જેનાથી દેશ માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે અમે કંઈક કર્યાની લાગણી થશે. રથયાત્રામાં અન્ય ફલોટની સાથે સર્જીકલ સ્ટ્રાઈકનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બંદૂક, તોપ, દારૂગોળા સાથે અદ્દલ સૈન્યનો માહોલ ઊભો કરીને બંને િમત્રો ઉપરાંત િનલેષભાઈ, આલાપભાઈ, જયદીપભાઈ, ધવલભાઈ, મૌિલકભાઈ, જૈમિનભાઈ સહિતના યુવાનો તેમાં હોંશભેર જોડાયા હતા.

નવીન | બંદૂક, ગોળા અને તોપ સાથે અદ્દલ સૈન્યનો માહોલ ખડો કરાયો

કાછિયાવાડ યુવક િમત્ર મંડળના સર્જિકલ સ્ટ્રાઈકના ફ્લોટથી દેશભક્તિનો માહોલ

અન્ય સમાચારો પણ છે...