• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સુરક્ષા જવાનોની નાસ્તા ચાની વ્યવસ્થા મુસ્લિમ સમાજે કરી

સુરક્ષા જવાનોની નાસ્તા ચાની વ્યવસ્થા મુસ્લિમ સમાજે કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંનિકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન બંદોબસ્તમાં આવેલા સુરક્ષા જવાનો માટે ચા-પાણી અને નાસ્તાની સ્વૈચ્છીક વ્યવસ્થા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી.

રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા અને સમિતિના તમામ સભ્યોનું સમસ્ત મુસ્લિમ સમાજ વતી ફુલહારથી સ્વાગત કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ, આરીફભાઇ કાલવા, કોર્પોરેટર ઇકબાલભાઇ આરબ, સલીમભાઇ શેખ સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર રથયાત્રાના બંદોબસ્તમાં આવેલા સુરક્ષા જવાનો માટે બાર્ટન લાઇબ્રેરી ચોક ખાતે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થામાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ યંગ મુસ્લિમ કમિટિના સભ્યોએ સહયોગ આપ્યો હતો.

રથયાત્રાના બંદોબસ્તમાં આવેલા

અન્ય સમાચારો પણ છે...