36.1 ડિગ્રીએ ફાગણમાં તીવ્ર વૈશાખી ગરમી વરસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |27 ફેબ્રુઆરી

ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં ફાગણ માસમાં વૈશાખ માસ જેવી ઉનાળુ ગરમી વરસી રહી છે. આજે તો શહેરનું મહત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.1 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબતા આજે આખો બપોર ભાવેણાના નગરજનો ગરમીથી ત્રસ્ત રહ્યાં હતા.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું જે આજે એક જ દિવસમાં વધુ અડધો ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.1 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી જતા આખો બપોર ભાવેણાવાસીઅો વૈશાખી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 21.2 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા ઠંડીએ ગોહિલવાડને અલવિદા કહી દીધી હોય તેવો માહોલ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...