• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વૂમન ગોટ ટેલેન્ટ કાર્નિવલમાં એક એક કૃતિએ દર્શકોને ડોલાવ્યા

વૂમન ગોટ ટેલેન્ટ કાર્નિવલમાં એક એક કૃતિએ દર્શકોને ડોલાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં અર્લી ચાઇલ્ડહૂડ, શિવશક્તિ હોય તથા સ્મોલ વન્ડર્સ દ્વારા વૂમન ગોટ ટેલેન્ટ નામના કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં એક એકથી ચડિયાતી કૃતિ�”ની રજૂઆતથી દર્શકો ડોલી ઉઠ્યા હતા. દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ સમાચારની મીડિયા પાર્ટનરશીપ સાથે યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં સામાજિક સેવાના કાર્યો અને મહિલા સશક્તિકરણ માટે ચેરિટીનો હેતુ મુખ્ય હતો. આ અવસરે ત્રણ પેઢી એટલે કે દાદીમા, માતા અને દીકરી એક સાથે રેમ્પ પર વોક કરી મહિલા સશક્તિકરણ અંગે સંદેશ આપ્યો હતો. આ અવસરે મેયર નિમુબહેન બાંભણીયા, સાંસદ ડો.ભારતીબહેન શિયાળ, રાજુભાઇ રાણા, હર્ષદભાઇ પટેલ કોમલકાંત શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા 12 વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે.

કાર્નિવલ સમાન આયોજનમાં આરંભે વિકલાંગ મહિલા�ઓનું નૃત્ય રજૂ થયું હતુ. માતા અને બાળકો માટે પોસ્ટર મેકિંગ, ચુલા વગર રસોઇ કેવી રીતે બનાવી શકાય, વેસ્ટમાંથી બેસ્ટ, નેઇલ આર્ટ, ચોકલેટ સજાવટ, ડેકોરેશન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ભાવનગરના અગ્રવાલ ગ્રુપ, લીલા ગ્રુપ, અેફસી સરોવર પોર્ટિકો હોટલ, લીલા જ્વેલ્સ, શ્રીજીગાર્ડન રેસ્ટોરન્ટ સહિતનાનો સહયોગ સાંપડ્યો હતો.

પ્રથમ ક્રમાંક આપવામાં આયોજકો મુંઝાયા
વૂમન ગોટ ટેલેન્ટ કાર્યક્રમમાં એક તબક્કે આયોજકો માટે કોને પ્રથમ ક્રમ આપવો તે મુંઝવણનો વિષય બની ગયો હતો, ખાસ કરીને બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત સહિતની જનજાગૃતિની થીમ પર દર્શકો આફરીન થઇ ગયા હતા. આથી જ ત્રણ વિજેતા�ઓ જાહેર કરવા પડ્યા હતા. સેલ્ફ સ્પર્ધામાં પણ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...