ગ્રામ વિસ્તારોમાં પાણીની મુશ્કેલી દુર કરવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ હોય સમસ્યાગ્રસ્ત ગામોમાં વહેલી તકે પીવાના પાણીની સુવિધા આપવા કિસાન હિત રક્ષક એકતા સમિતિ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરાઇ છે.

તાજેતરમાં કિસાન હિતરક્ષક એકતા સમિતિની મીટીંગ મળી હતી. જેમાં ભાવનગર જિલ્લાના ભીકડા, સમઢિયાળા, દેવગાણા, ખરકડી, રબારિકા વગેરે પચ્ચીસ જેટલા ગામોને સિંચાઇ તથા પીવાના પાણીની ખુબ જ સમસ્યા છે. આથી કિસાન હિતરક્ષક એકતા સમિતિ દ્વારા આ બધા ગામડાઓમાં સરકાર દ્ારા પાણીની વ્યવસ્થા વહેલી તકે પુરી પાડવામાં આવે તેમજ ચેકડેમ, ખેત તલાવડી માટે મંજુરી આપવામાં આવે પાણીના સંગ્રહ માટે તળાવો ઉંડા કરવામાં આવે તેમજ કાંપનો નિકાલ કરવામાં આવે એવી સરકાર સમક્ષ ખેડૂતો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. સરકાર ખેડૂતોના પ્રશ્ને ગંભીરતા દાખવે અને વહેલી તકે સમસ્યાઓનુ નિરાકરણ લાવવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...