તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર રેલવે ટર્મિનસનો ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો

ભાવનગર રેલવે ટર્મિનસનો ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ પ્રોજેક્ટનું સ્થળ પણ બદલાયું અને કામ IRCTC ને સોંપાયું

ભાવનગર. 5 માર્ચ

ભાવનગરટર્મિનસમાં તૈયાર થવા જઇ રહેલ અને માસના અંત સુધીમાં જેની સુવિધા લોકોને મળી જવાની હતી તે ફૂડ પ્લાઝાનો પ્રોજેક્ટ ખોરંભે મૂકાઇ ગયો છે.

ભાવનગર રેલવે સ્ટેશન પર ખાણીપીણીની કોઇ સુવિધા નહીં હોવાને કારણે મંજૂર થયેલી ફૂડ પ્લાઝાની માંગ ડરી એકવાર ટલ્લે ચડી છે. અંગે ટેન્ડરીંગ પણ થઇ ગયું હતું અને એક ખાનગી પાર્ટીને કામ સોંપી દેવામાં આવ્યું હતું. માટેનું સ્થળ પણ પસંદ થઇ ગયું હતું તે સ્થળ પર કામ શરૂ થયું નથી. અંગે ડીસીએમ માશૂક અહેમદને પૂછતાં તેમણે કહ્યું કે અગાઉ કામ ભાવનગર રેલવે દ્વારા થવાનું હતું પરંતુ હવે કામ આઇઆરસીટીસી દ્વારા નવા સ્થળ પર થશે. અંગેની પ્રક્રિયા ચાલુ છે. અગાઉના પ્લાન પ્રમાણે સુવિધા માસના અંત સુધીમાં લોકોને મળી જવાની હતી પરંતુ સર્જાયેલા નવા સમીકરણોએ પ્રોજેક્ટ ટલ્લે ચડાવી દીધો છે.

હવે હેડક્વાર્ટર તરફથી એપ્રુવલ બાકી

^ફૂડપ્લાઝાનુંલાયસન્સ પાર્ટીસને આપી દેવામાં આવ્યું છે. પરંતુ એમને એલોટ કરાયેલી જગ્યા પર પછીથી હેન્ડીકેપ લોકો માટેના યુરીનલ બનાવવામાં આવતાં જાળીવાળા બગીચાની જગ્યાને બદલે અન્ય જગ્યાએ ફૂડ પ્લાઝા બનશે. હવે નવો પ્લાન એપૃવ થશે. ડીવીઝન તરફથી એપ્રુવલ આપી દેવામાં આવી છે. હેડ ક્વાર્ટર તરફથી એપ્રુવલ મળ્યા બાદ કામ ચાલુ થશે. > જ્યોતિપ્રકાશપાંડેય, ડીઆરએમ,ભાવનગર રેલવે

અદ્ધરતાલ| જેની સુવિધા માસના અંતે લોકોને મળવાની હતી

અન્ય સમાચારો પણ છે...