તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરહદ પરના વીર જવાનોને અઢી હજાર રક્ષાનું થશે બંધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 19 ઓગસ્ટ

ભૈયા મેરે રાખી કે બંધન કો િનભાના... રક્ષાબંધનનો પવિત્ર પર્વ અાડે ગણતરીના િદવસો બાકી છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને રેશમના દોરા વડે અતૂટ બંધનને વધુ મજબૂત કરવાનો અવસર આવશે. બહેનની રક્ષારૂપે ભાઈને બંધાતી રાખડી દેશની રક્ષા માટે અડીખમ ઉભેલા વીરજવાનોને ભાવનગરની બાળાઓ અને સ્કાઉટ-ગાઈડ દ્વારા મોકલી રક્ષાબંધન સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

એક-બે બહેનો નહીં પરંતુ સમગ્ર દેશની રક્ષા માટે સરહદ પર કડકડતી ઠંડી, તડકો, વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાવનગરથી હજારો રાખડીઓ મોકલવામાં આવી છે. સીદસરની આહિર કન્યા શાળાની બહેનો દ્વારા વૈશાલી શાહના માર્ગદર્શનથી અવનવી, કલાત્મક રાખડીઓ બનાવી બે હજારથી વધુ રાખડીઓ સરહદ પરના સૈનિકોને મોકલવામાં આવી છે.

જ્યારે રાખી ફોર ફૌજી પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર િજલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા શહેરની જુદી-જુદી દસ શાળાના સ્કાઉટ-ગાઈડ અને રોવર રેન્જર દ્વારા 490 રાખડીઓ સરહદ પરના જવાનોને મોકલવામાં આવી છે સાથોસાથ ફૌજીઓને રક્ષાબંધનને લગતા શુભેચ્છા સંદેશ અને તેમની નિષ્ઠાને બિરદાવતા પત્રો પણ મોકલાવ્યા હતા. સીયાચેન અવરનેસ ડ્રાઈવ અંતર્ગત દેશની વિિવધ સીમાઓ પર તે પહોંચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...