તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી આંખે ઉકેલ્યા 60 ટકા ગુન્હા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 19 ઓગસ્ટ

પોલીસ વિભાગની કામગીરીમાં અઘરા કામો પાર પાડવામાં આવેલ છે.તેવી પોલીસની મહત્વની ભૂમીકામાં હવે પોલીસની ત્રીજી આ઼ખ ગણાતા નેત્રનો ઉમેરો થતાં હવે પોલીસના મોટા ભાગના કામો આસાન બની ગયા છે.પોલીસનાં આ અતી મહત્વના ગણાતા નેત્ર પ્રોજેકટથી પોલીસે અને મોટા ગુનાઓ આસાનીથી ઉકેલ્યા છે.તો કેટલાક ગુનાઓને બનતા પહેલા જ અટકાવવામાં પણ મહત્વની ભૂમીકા ભજવી છે.આમ નેત્ર આવતા પોલીસનું ખાસ કરીને ગુનેગારોને પકડવાનું કાર્ય હવે ઝડપી અને સરળ બની ગયુ છે. 60 ટકાથી વધુ ગૂન્હા આ પ્રોજેક્ટ દ્વારા ઉકેલાયા છે.

À સામાન સળગાવી 15 લાખનું નુકશાન
એ.ડીવીઝન પોલીસ મથક હેઠળ ગત તા.7/7/2017 નાં ફરિયાદી જે મકાનની દેખરેખ-મેનેજમેન્ટ કરતા હતા. તેમા આરોપીએ તસ્કરીના ઇરાદે પ્રવેશી ઘરનો સામાન સળગાવી રૂ.15 લાખનં નુકશાન કર્યુ હતુ.જે સીસીટીવી આધારે આરોપી ઝડપાયો હતો.

À અપહરણ કરી રૂ.31 લાખની ખંડણી માગેલ
એ.ડીવીઝન પોલીસ મથક હેઠળ તા 6/7/2017 ના રોન ધર્મેન્દ્ર શર્મા તથા તેમના ચાર માણસો દ્વારા ક઼પનીના નાગેશ્વર રાવ તથા રામક્રિષ્ન રેડ્ડીનુ કારમાં નાખી અપહરણ કરી લઇ જવાયા બાદ રૂ.31 લાખની ખંડણી માંગવામા આવી હતી.

À ફૂટવેરની દૂકાનમાંથી રૂ.3.85 લાખની ચોરી
સી.ડીવીઝન પોલીસ મથક હેઠળ ગત તા.18/2/2018 ના રોજ શહેરની મુખ્ય બજારમાં આવેલી રોયલ ફૂટવેર નામની દૂકાનમા઼થી રૂ.3.85 લાખની રોકડ રકમની તસ્કરી તથા સીસીટીવી કેમેરાના 4 ડીવીઆરની તસ્કરી થવા પામી હતી.

À સ્કુટરની ડીકકીમાંથી રૂ.10 લાખની તસ્કરી થયેલ
સી.ડીવીઝના પોલીસ મથક હેઠળ ગત તા.14/10/2017 ના રોજ શહેરના ઘોઘા ગેઇટ ચોકમાં પાર્ક કરવામા આવેલ સ્કુટરની ડીકીકીમાં મુકવામા આવેલ રૂ.10 લાખ રોકડાની તસ્કરી થવા પામી હતી.જેને સીસીટીવી કુટેજ આધારે ડીટેકટ કરવામાં આવી છે.

ગુના ઝડપથી ડીટેકટ થાય છે
શહેરમાં લોક ભાગીદારીથી લગાડવમાં આવેલા સીસીટીવી કેમેરા કે જેનું મોનીટરીંગ ભાવનગર જીલ્લા પોલીસ વડા કચેરી ખાતેથી કરવામા આવે છે.આ પ્રોજેકટથી ગુના ઝડપથી ડીટેકટ થાય છે.અને સીસીટીવી કેમેરા આધારે ગુના કરતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પ્રવિણસિંહ માલ, એસ.પી.ભાવનગર.

અન્ય સમાચારો પણ છે...