તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રાખડીઓનું સર્જન

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રાખડીઓનું સર્જન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 19 ઓગસ્ટ

ભાવનગરમાં અંધજન મંડળમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રો દ્વારા અવનવી અને બજાર કરતાં સસ્તી કહેવાય તેવી 2 રુપિયાથી લઇને 50 રૂપિયાની કિંમતની રાખડી�ઓનું સર્જન થઇ રહ્યું છે. 40 જાતની અલગ અલગ પેટર્નની આ રાખડીઓ 32 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો અને 15 જેટલા ભાઈઓ દ્વારા ભારે જહેમતથી બનાવવામાં આવી રહી છે.

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઇ ટી. સોનાણીએ કહ્યું કે પ્રજ્ઞાચક્ષુ બહેનોમાં આત્મવિશ્વાસ વધે અને સમાજ તેમને માનની નજરે જોતો થાય તેવા હેતુથી છેલ્લા ત્રણ વરસથી આ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો રાખડી બનાવી રહ્યા છે. પ્રથમ વર્ષે 3000 રાખડી�ઓ બનાવી હતી. ત્યાર બાદ બીજા વરસે 15000 જેટજ્ઞલી રાખડી�ઓ બનાવી હતી. આ વર્ષ 20 હજાર રાખડી�ઓ બનાવવાના ટાર્ગેટ સાથે 32 બહેનો અને 15 ભાઈઓ આ કાર્ય કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ માટે મટીરીયલ સંસ્થા તરફથી પૂરું પાડવામાં આવે છે અને એમને એક બજાર પણ પૂરૂ઼ પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...