તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જુની અદાવતની દાઝ રાખી યુવક પર છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

જુની અદાવતની દાઝ રાખી યુવક પર છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર, બોટાદ | 27 સપ્ટેમ્બર

બોટાદવિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસનુ અસ્તીત્વજ હોય તેમ ગુનેગારો એક પછી એક ગુના�ઓને અંજામ આપી રહયા છે.જેમા હત્યા સહીતના બનાવો હવે બોટાદમા સામાન્ય બની ગયા છે.જેમા આજે મોડી રાત્રે વધુ એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામ્યો છે.

પોલીસ સૂત્રોમા઼થી પ્રાપ્ત વિગતો મુજબ બોટાદમાં ખોડીયારનગરના હરભોલેનગરમાં રહેતા કોળી યુવાન સંજયભાઇ રમેશભાઇ ચોૈહાણ(ઉ.વ.21)ની પોતાના ઘર પાસે કોઇ બે અજાણ્યા યુવકોએ છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા.આ અંગે પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મૃતકની લાશને પી.એમ.માટે સોનાવાલા હોસ્પીટલમાં ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા અપાયેલ પ્રાથમીક વિગતોમા જણાવાયુ હતુ કે મૃતકને અને હત્યારા�ઓને જુની અદાવત હતા.અને તેમા કોઇ બે અજાણ્યા શખ્સોએ તેનુ ખુન કરવામા આવ્યુ છે.આ બનાવ અ઼ગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખોડીયારનગરમાં ઘટના બનતા લોકોના ટોળા ઉમટયા

ક્રાઇમ વોચ | બોટાદમાં રાત્રે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...