• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • એમ્બ્યુલન્સ 108નાં તમામ કર્મચારીઓ હડતાલથી દૂર રહેતા ચોમાસામાં રાહત

એમ્બ્યુલન્સ 108નાં તમામ કર્મચારીઓ હડતાલથી દૂર રહેતા ચોમાસામાં રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર¿ ભાવનગર | 27 જુલાઈ

ભાવનગર,અમરેલી અ્ને બોટાદ િજલ્લામાં ચોમાસાની ઋતુ ચાલે છે. તેવા સમયે કોઈપણ વખતે કોઈ અઘટીત બનાવ બને તો લોકોને તાત્કાલિક સારવાર મળી રહે અને સમયસર દવાખાને પહોંચી શકે તે માટે ત્રણેય જિલ્લાની એમ્બ્યુલન્સ 108 સતત કાર્યરત છે.

હાલમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક શહેરોમા એમ્બ્યુલન્સ 108નાં કર્મચારીઓ પોતાની માંગણીના અનુસંધાને છેલ્લા કેટલાક દિવસોથી તબક્કાવાર આંદોલન કરે છે. રેલી કાઢી આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. તેવા સમયે ભાવનગર, અમરેલી અને બોટાદ િજલ્લાની એમ્બ્યુલન્સ 108નાંતમામ કર્મચારીઓ આવા આંદોલનથી દૂર રહી અને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા બતાવી રહ્યા છે.

ચોમાસામાં લોકોની સેવા માટે ઉપરોક્ત ત્રણેય િજ્લા એમ્બ્યુલન્ 108નાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સતત વહીવટીતંત્ર સાથે રહી અવિરત કામગીરી કરીરહ્યા છે. ત્યારે આવા નિષ્ઠાવાન કર્મચારીઓને ભાવનગર, અમરેલી, બોટાદ, િજલ્લાની જનતા હૃદયનીલાગણીથી શુભેચ્છા પાઠવી આપે છે. એમ્બ્યુલન્સ 108નાં કર્મીઓને તેમનાં હેડ સતીષ પટેલનો પણ સપોટ મળી રહ્યો છે.

પૈસા કરતાં સેવા વહાલી

^હાલમાંચોમાસાની સિઝનચાલે છે વરસાદ સતત પડી રહ્યો છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેવા સમયે એમ્બ્યુલન્સ 108 24 કલાક ઉપલબ્ધ છે. 108નાં કર્મચારીઓ દ્વારા કેટલાક શહેરોમાં પગાર સહિતનાં મુદ્દે હડતાલ પાડી આંદોલન, ચાલી રહ્યા છે ત્યારે ભાવનગર, અમરેલી અને બોટાદ િજલ્લાનાં 108નાં કર્મીઓ લોકોની સેવા માટ ેસતત હાજર રહી સેવા બજાવી રહ્યાં છે. >સંદીપદાનગઢવી, પ્રોગ્રામમેનેજર, ભાવનગર અમરેલી-બોટાદ જિલ્લો

કેટલાક શહેરોમાં કર્મીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે ત્રણ જિલ્લાનાં કર્મીઓ ફરજને વધુ મહત્વ આપે છે

ફરજનિષ્ઠા| ભાવનગર, અમરેલી, બોટાદ િજલ્લાનાં

અન્ય સમાચારો પણ છે...