MKB યુનિ.ના યુવક મહોત્સવનો 3 ઓક્ટો.થી આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની આગવી �ઓળખ સમાન યુવક મહોત્સવનું આયોજન તા.3 �ઓક્ટોબરથી કરવામાં આવશે અને તેમાં વિવિધ સ્પર્ધા�ઓમાં યુવાનો પોતાની પ્રતિભાનો પરચો આપશે.

વર્ષે વેસ્ટર્ન ગ્રુપ �ઓફ સોંગ્ઝ, વેસ્ટર્ન સોલો, સ્પોટ ફોટોગ્રાફી , ઇન્સ્ટોલેશન જેવી ચાર નવી ઇવેન્ટ ઉમેરાશે. વર્ષે ગત વર્ષની ચેમ્પિયન સ્વામિ સહજાનંદ કોલેજના યજમાનપદે 27મા યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્યસંગીત, હળવું કંઠ્ય સંગીત, સમૂહ ગીત, દૂહા છંદ, લોક વાદ્ય સંગીત વૃંદ જેવી સ્પર્ધા�ઓ સાંગિતીક વિભાગમાં રહેશે. જ્યારે નૃત્ય સ્પધા�ઓમાં લોક નૃત્ય અથવા આદીવાસી નૃત્ય રહેશે. સાથે શાસ્ત્રીય નૃત્ય પણ રહેશે. સાહિત્યિક સ્પર્ધા�ઓમાં પ્રશ્ન મંચ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધા હશે. રંગમંચ સ્પર્ધામાં એકાંકી, લઘુનાટક, મૂક અભિનય, એકપાત્રિય અભિનય અને મિમિક્રી ની સ્પર્ધા�ઓ હશે. જ્યારે લલિત કળા�ઓમાં તત્કાલ ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, કલે મોડલીંગ, કાર્ટૂનિંગ, રંગોળી સ્પર્ધા અને પેપર કોલાજ રહેશે. ઉપરાંત ચાર નવા વિષયો રહેશે. તો કલા યાત્રા, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન, અને વેસ્ટર્ન સોંગ્ઝ પણ હશે.

શહેરમાં આવેલા જુદા જુદા બગીચાઓમાં દાતાઓની મદદથી બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા સાધનો જર્જરીત અને તૂટી ગયેલી હાલતમાં છે. લાંબા સમયથી આવા બગીચાઓને કોઇ મરામત કરાવવામાં આવી નથી, તેના પરિણામ સ્વરૂપ હાલ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલની પણ કોઇ વ્યવસ્થા નહીં હોવાથી કાદવ કીચ્ચડ જમા થઇ રહ્યો છે, બાબતે મહાનગરપાલિકા દુર્લક્ષ સેવી રહ્યું છે. તસવીર- અજય ઠક્કર.

ભાવનગરના બગીચાઓના હાલ-બેહાલ

અન્ય સમાચારો પણ છે...