• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • અતિવૃષ્ટિના આફતગ્રસ્તો માટે બંધાયા સહાયતાના સેતુઓ

અતિવૃષ્ટિના આફતગ્રસ્તો માટે બંધાયા સહાયતાના સેતુઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંહાલ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. અનાજ, પાણી, દૂધ, ખોરાક, કપડા સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુ�ઓની કમી સર્જાઇ છે. સંજોગોમાં ભાવનગર શહેર અને જિલ્લાની સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા�ઓને અનુરોધ કરવામાં આવે છે કે તેમનાથી શક્ય હોય એટલી જીવન જરૂરી ચીજ વસ્તુ�ઓનો જથ્થો એકત્ર કરે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલો જથ્થો મોકલાવી આજે જ્યારે આપણા ગુજરાતી બાંધવોને મદદ પડી છે ત્યારે ભાવનગરનું નામ સેવા ક્ષેત્રે જે અગ્રતાએ છે તેને વધુ આગળ ધપાવે.

રાજ્ય કે રાષ્ટ્રમાં કોઇ પણ સમયે કુદરતી આફત આવી હોય તે પછી પૂરપ્રકોપ હોય કે ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે વાવાઝોડું હોય ત્યાંના આફતગ્રસ્તોને જીવન જરૂરી ચીજવસ્તુ�ઓ પહોંચતી કરવામાં ભાવનગરની સેવાભાવી�ઓનું નામ આદરભેર લેવાય છે. ભાવનગરની વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થા�ઓ, જ્ઞાતિ મંડળો, દ્વારા હરહંમેશ કોઇ પણ આપત્તિકાળમાં ફૂડ પેકેટસ, કપડા, અનાજ, દૂધ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મદદનો પોકાર પડે કે તરત પહોંચાડ્યાના એનક દ્રષ્ટાંત છે. આથી ભાવનગરની ભૂમિ સેવાભૂમિ તરીકે પણ વિખ્યાત છે. ગુજરાતમાં પૂર પ્રકોપની સ્થિતિ સર્જાઇ છે સંજોગોમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા�ઓને બને તેટલી મદદ ખરા સમયે આપણા ગુજરાતી ભાઇ�ઓ બહેનોને કરવા અનુરોધ કરાયો છે.

પૂરગ્રસ્તોને અનાજ, દૂધ, જેવી વસ્તુઓની જરૂર

રાજ્ય કે રાષ્ટ્રમાં કોઈપણ કુદરતી આપત્તિએ

આફતગ્રસ્તોને મદદરૂપ થવા ભાવેણુ અગ્રેસર

અન્ય સમાચારો પણ છે...