• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જિલ્લા પંચાયતનું વર્ષો જુનુ પથિકાશ્રમ એક કરોડના ખર્ચે આધુિનકરણથી સજ્જ થશે

જિલ્લા પંચાયતનું વર્ષો જુનુ પથિકાશ્રમ એક કરોડના ખર્ચે આધુિનકરણથી સજ્જ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 11 માર્ચ

ભાવનગરિજલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય પ્રજાને સુિવધાને વધારવા સાથે સ્વભંડોળ મજબૂત કરવા આવકના પણ નવા સ્ત્રોત ઉભા કરી રહ્યું છે. તાજેતરમાં જમીન મહેસુલની કડક વસુલાત શરૂ કરવા સાથે િજલ્લા પંચાયતના વર્ષો જુના પથિકાશ્રમને પણ એક કરોડના ખર્ચે આધુિનકરણથી સજ્જ કરાશે જેથી પથિકાશ્રમ દ્વારા િજલ્લા પંચાયતને આવકનું માધ્યમ ઉભુ કરાશે.

િજલ્લા પંચાયતને અપાતી સ્ટેમ્પ ડ્યૂટી, રેતી કંકર સહિતની ગ્રાન્ટને બ્રેક લાગતા પંચાયતના પદાિધકારી અને અધિકારીઓએ સ્વભંડોળની આવક વધારવા પર ભાર મુક્યો છે અને જમીન મહેસુલની કડક વસુલાત હાથ ધરી છે. પંચાયત ઉપકર સહિતની આવક સાથે િજલ્લા પંચાયતના ગેસ્ટહાઉસ અને પથિકાશ્રમ સહિતની આવક વધારવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

શહેરની મુખ્ય શાકમાર્કેટમાં આવેલ િજલ્લા પંચાયત હસ્તકનું વર્ષો જુનુ પથિકાશ્રમ છે. પરંતુ પથિકાશ્રમની જર્જરિત હાલત અને અસુવિધાને કારણે ત્યાં કોઈ યાત્રિક રહેવા રાજી હોય જેથી પથિકાશ્રમ ખોટ કરતુ એકમ છે. તદ્દઉપરાંત પથિકાશ્રમ આસપાસની દુકાન, રેસ્ટોરન્ટ સહિતમાં પણ વર્ષોથી કબ્જો સંભાળી બેસેલા લોકોને કારણે િજલ્લા પંચાયતને તેની પણ આવક નથી. જેથી પથિકાશ્રમ ફરતેને ભાડુઆતોને ખાલી કરાવી પથિકાશ્રમને રૂા.એક કરોડના ખર્ચે આધુિનક સુવિધાઓથી સભર કરવામાં આવશે. જેમાં પથિકાશ્રમને િરનોવેશન કરી તેના રૂમમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે. જેથી પથિકાશ્રમની સારી આવક ઉભી થશે અને બહારગામથી આવતા લોકોને રેલ્વે તથા એસ.ટી. બસ સ્ટેન્ડથી નજીક રહેવાની એક ઉત્તમ સુવિધા મળી રહેશે.

આમ ભાવનગર િજલ્લા પંચાયતને આગામી િદવસોમાં રૂા.1 કરોડના ખર્ચે આધુિનક પથિકાશ્રમ મળશે અને પથિકાશ્રમને લીધે બહારગામથી આવતા યાત્રિકોને અત્યાધુિનક સુવિધા મળતી થશે. તો પંચાયતની આવક પણ વધશે.

યાત્રિકોને પથિકાશ્રમમાં સારી સુવિધા મળવા સાથે િજલ્લા પંચાયતને આવક થશે

સેવા વધારી સ્વભંડોળ‌ મજબૂત કરાશે

^જિલ્લાપંચાયતમાં સુવિધા વધારવા અને ગ્રામ્ય પ્રજાને ઉત્તમ સુવિધા વધારવા આવક વધારવી જરૂરી છે ત્યારે વર્ષોથી ખોટ કરતા પથિકાશ્રમને રૂા.1 કરોડના ખર્ચે આધુિનક સુવિધા સંપન્ન કરાશે. તદ્દઉપરાંત આવકમાં નવા સ્ત્રોત પણ ઉભા કરાશે. પથિકાશ્રમ દ્વારા લોકોને સસ્તી અને સારી સેવા ઉપલબ્ધ થશે. >સંજયસિંહસરવૈયા, પ્રમુખ-જિલ્લાપંચાયત

િજલ્લા પંચાયતમાં બે ATMની સુવિધા શરૂ થશે

િજલ્લાપંચાયતના કર્મચારીઓની સુવિધા સાથે ગ્રામ્યમાંથી આવતા અરજદારોને પણ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પંચાયતમાં બે ATM શરૂ કરવામાં આવશે. પ્રજાની સુવિધા સાથે દર વર્ષે પાંચ લાખનીભાડાની પણ િજ.પં.ને આવક થશે.

અન્ય સમાચારો પણ છે...