• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વર્ષો બાદ હાઇસ્કૂલમાં વર્ગ દીઠ ગ્રાન્ટમાં કરાશે વધારો

વર્ષો બાદ હાઇસ્કૂલમાં વર્ગ દીઠ ગ્રાન્ટમાં કરાશે વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |12 માર્ચ

ભાવનગરસહિત સમગ્ર રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં વર્ગ દીઠ અપાતી ગ્રાન્ટની રકમમાં વર્ષોથી કોઇ વધારો કરાયો નથી અને પ્રશ્ન રજૂઆત કરવામાં આવતા આખરે હવે શિક્ષણ વિભાગે વર્ગ દીઠ મળતી ગ્રાન્ટની રકમમાં વધારો થશે તેવી ધરપત શૈક્ષણિક સંકલન સમિતિને આપી છે. ઉપરાંત શાળામાં આચાર્યની ભરતીમાં સંચાલક મંડળનો હાથ ઉપર રહે તેવી કાર્યપદ્ધતિ અપનાવાશે અને શાળા�ઓમાં લાઇબ્રેરિયનની ભરતીનો માર્ગ મોકળો થશે તેમ પણ જાણવા મળ્યું છે.

રાજ્યભરમાં હાલ માધ્યમિક હાઇસ્કૂલોમાં એક વર્ગ દીઠ વર્ષે રૂા.18,000ની ગ્રાન્ટ મળે છે. એટલે કે કોઇ ચાર વર્ગ હોય તો હાઇસ્કૂલને વર્ષે 72,000 ગ્રાન્ટ પેટે મળવાપાત્ર ગણાય છે. રકમમાં શાળાએ સુવિધા વધારો, મેઇન્ટેનન્સ, સફાઇ, વીજ બીલ સહિતના ખર્ચા કાઢવાના હોય છે. વર્ષોથી વર્ગ દીઠ રૂા.18,000ની ગ્રાન્ટ મળે છે તેમાં સંકલન સમિતિ દ્વારા અસરકારક રજૂઅાત કરાયા બાદ આખરે શિક્ષણ વિભાગે વર્ગ દીઠ ગ્રાન્ટમાં વધારો કરાશે તેવા સમાચાર મળ્યા છે. આગામી સત્રથી વધારો મળશે તેમ પણ જાણવા મળ્યું છે.

ઉપરાંત આચાર્યની ભરતીનો મામલો પણ ચર્ચામાં છે. અગાઉ બે વખત આચાર્યની ભરતી કરવામાં આવેલી પણ આચાર્યને હાજર કરવામાં આવતા આજદિન સુધી નોંધપાત્ર પ્રમાણમાં આચાર્યની જગ્યા�ઓ ખાલી છે. જેમ કે એકલા ભાવનગરમાં 45 જેટલી ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં આચાર્યની જગ્યા ખાલી છે.

નિર્ણય | ગ્રંથપાલની પણ ભરતી કરવામાં આવશે

સંચાલક મંડળનો હાથ ઉપર રહે તેવી કાર્યપદ્ધતિ રહેશે

અન્ય સમાચારો પણ છે...