તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષણ મુક્ત ગામ કરવા ઝંુબેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર,ભાવનગર |19 અોગસ્ટ

દારૂ વ્યક્તિ નથી પિતો, દારૂ વ્યક્તિને પિ રહ્યો છે, આ વાત ચાર ગામના લોકોને બરોબર સમજાઇ ગઇ છે, પરિવારમાંથી જ કોઇનો પુત્ર તો કોઇના પિતા તો કોઇના પતિ ગુમાવ્યાની ઘટનાઓ બનવાથી ચાર ગામના લોકો જાગૃત થયા છે, અને હવે પછી ગામમાં કોઇ દારૂ પિવે કે બનાવે તો તુરંત તેને પોલિસ હવાલે કરવા અને તેના જામીન નહીં થવા માટે સંકલ્પ લેવાયા છે.

જેસર પથંકના શેરડીવદર, વીજાનાનેશ, જુના પાદર અને વીરપુરમાં દારૂનુ છુટુ છવાયુ થોડુ દૂષણ છે. પરંતુ આ દૂષણે છેલ્લા એક વર્ષમાં 7-8 વ્યક્તિનો ભોગ લીધો છે. જેના લીધે ગ્રામજનો અને ભોગગ્રસ્ત પરિવારજનોમાં ચિંતાનો માહોલ જન્મ્યો હતો.

પરંતુ આ દૂષણ કાયમી ધોરણે નેસ્તનાબૂત કરવા ગ્રામજનો જ બન્યા છે મક્કમ. થોડા દિવસ પૂર્વે જુના પાદર અને તા.19, રવિવારે શેવડીવદર શાળામાં જેસર પીએસઆઇની ઉપસ્થિતિમાં જ ગ્રામસભા બોલાવી હતી અને કાનૂની માહિતી મેળવા સાથે દારૂના દૂષણને ડામવા માટે માર્ગદર્શન લીધુ હતંુ.

અગાઉ ગ્રામજનો દ્વારા પોલિસને અરજી સ્વરૂપે રજૂઆતો પણ કરી હતી કે દારૂના દૂષણના લીધે ઝઘડાઓ વધી રહ્યા છે. પરંતુ તેમાં કોઇ સફળતા મળી ન હતી, છેવટે ગ્રામજનો જ હવે જાગ્રૃત થયા છે અને દારૂ પિનારાને જાકારો આપવા એકસૂર વ્યક્ત કર્યો છે. સભામાં ગ્રામજનોએ એકસૂરે કહ્યંુ હતંુ કે, હવે અમે દારૂ પિનારા સામે લડત આપીશંુ, પોલિસે ભલે અત્યાર સુધી કાર્યવાહી ન કરી પણ અમને અમારા પરિવારની ચિંતા હોય હવે સહકારરૂપ બને. પોલિસે પણ સહકારની ખાત્રી આપી હતી.

દારૂ પિનારાને અપાશે જાકારો

4 ગામમાં કોઇ નહીં થાય જામીન
પોલિસ અમને માત્ર સહકાર આપે : ગ્રામજનો
એક પછી એક ગામમાં પોલિસની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા ગ્રામસભાઓ બોલાવવામાં આવી રહી છે, બે ગામોમાં સભા બોલાવ્યા બાદ બાકીના બે ગામોમાં સભા આગામી ટૂંક સમયમાં મળશે, આ સભામાં ગ્રામજનોએ પોલિસને અપીલ કરી હતી કે, તંત્ર અમને માત્ર સહકાર આપે, અમે અમારા ગામમાંથી આ દૂષણને નાબૂદ કરી દઇશંુ.

ગ્રામજનો મક્કમ થયા છે,

પરિણામ મળશે જ
અમારા અને આસપાસના ગ્રામજનો ઘણા સમયથી આ મુદ્દે ચિંતા કરે છે, દારૂના લીધે યુવાસ્થામાં મોતની ઘટનાઓ બની હતી, હવેથી કોઇ પણ દારૂ પાડતા કે પિજા જોવા મળશે તો તુરંત ગ્રામજનો જ પોલિસને સોપી દેશે અને કોઇએ તેના જામીન નહીં થવા નિર્ણય લેવાયો છે. ચારેય ગામના અગ્રણીઓ અને ગ્રામજનોના સહકારથી આ ઝંુબેશ હાથ ઉપર લીધી છે, સમાજ માટે પણ આ જરૂરી છે. દોલુભાઇ ગોહિલ, રહીશ, શેવડીવદર

અન્ય સમાચારો પણ છે...