તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કાળભૈરવધામમાં પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

કાળભૈરવધામમાં પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃશહેરના જુના બંદર રોડ પરના લાકડીયા પુલ પાસે આવેલા કાળભૈરવધામ આશ્રમમાં આગામી તા.22 થી 23 �ઓગસ્ટ દરમિયાન 39 માં પાટોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે તા. 22-8 ને બુધવારે સવારે 6.30 કલાકે અભિષેક પૂજા,તા.23મીએ સવારે 6.45 કલાકે ધ્વજાપૂજન,સવારે 9 કલાકે યજ્ઞ, બપોરે 11 થી મહાપ્રસાદ,બપોરે 3 કલાકે શ્રીફળ હોમાશે. આ ઉપરાંત તા.22મીએ સવારે 8 થી 11 સુધી વજન ભારોભાર વસ્તુની તુલાવિધિ (માનતા) સ્વીકારવામાં આવશે. તેમજ તા. 23મીએ સવારે 9 થી 1 દરમીયાન વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં નીષ્ણાંત તબીબો સેવા આપશે. આ ધર્મોત્સવમાં ભાવિકોને ધર્મલાભ લેવા પધારવા મહંત હરનાથબાપુ ગુરૂ પીરયોગી શેરનાથબાપુ દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...