તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar વરસી મહોત્સવ નિમિત્તે કિર્તન સહિતના કાર્યક્રમો

વરસી મહોત્સવ નિમિત્તે કિર્તન સહિતના કાર્યક્રમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂનાનક ન્યુ ગુરૂદ્વારા સંત બાબા થાહિરીયાસિંઘજી સંત બાબા દાદુસિંઘજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરસી મહોત્સવને અનુલક્ષીને તા.6 અને 7 �\\\"કટોબર દરમિયાન શહેરમાં દિલ્હીના મહાન કિર્તનકારના કિર્તન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

ટ્રસ્ટ દ્વારા ઉલ્હાસનગરવાળા બાબા મહેરવાનસિંઘજીના આ વરસી મહોત્સવ દરમિયાન તા. 6 અને 7 શનિ, રવિવારે રાત્રે 8 કલાકે શહેરના રસાલા કેમ્પ સ્થિત સંત કંવરરામ હોલ ખાતે દિલ્હીવાળા ચિમનજીતસિંઘ (લાલ) ભાઇસાહેબના ભવ્ય કિર્તન સમાગમનું આયોજન કરાયેલ છે.આ અવસરે બહારગામથી આવનારા ધર્મપ્રેમી સાદસંગત માટે ઉતારા તેમજ લંગર પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા ગુરૂનાનક ન્યુ ગુરૂદ્વારાના સેવાદારી તેમજ સમસ્ત સિંધી સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...