તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રવિવારે બળેવ, રક્ષાબંધન અને નાળીયેરી પૂનમનું ત્રિવિધ પર્વ

રવિવારે બળેવ, રક્ષાબંધન અને નાળીયેરી પૂનમનું ત્રિવિધ પર્વ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમને વ્યકત કરવાનો તહેવાર રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અને આગવું સ્થાન ધરાવતો ઉત્સવ છે. ચાલુ વરસના શ્રાવણી પર્વ બળેવની ઉજવણી તા.26 �ઓગસ્ટને રવિવારે રક્ષાબંધન સાથે ઉજવણી થશે. આ સાથે નાળીયેરી પૂનમની પણ ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. રવિવારે આ ત્રિ-વિધ પર્વની ઉજવણી પરંપરાગતરીતે કરવા માટે આજથી જ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

25મી �ઓગસ્ટે બપોરે 3:16 થી શ્રાવણ સુદ પૂર્ણિમાનો પ્રારંભ થાય છે, અને 26મીએ સાંજે 05:25 મિનિટે પૂર્ણિમાનું સમાપન થાય છે. પૂર્ણિમા માટે ચંદ્ર દર્શનનું મહત્ત્વ હોય છે . જેથી વ્રતની પૂનમ 25 �ઓગસ્ટે મનાશે. જ્યારે રક્ષાબંધન ઉદિત તિથિ પ્રમાણે 26મીના રોજ મનાવાશે.આ વર્ષે ભદ્રાનો યોગ ન હોવાના કારણે રક્ષાબંધન અને જનોઈ પરિવર્તન શુભ ફળ પ્રાપ્ત કરાવશે.

બ્રાહ્મણો માટે શ્રાવણી પૂનમ સૌથી મોટો તહેવાર ગણાય છે. જનોઈ પરિવર્તન કરી બ્રાહ્મણો સમગ્ર વર્ષ દરમિયાન થયેલાં નાનાં મોટાં પાપનું દશવિધિ પ્રાયશ્ચિત્ત સ્નાન કરી,ગાયત્રી-સાવિત્રી અને સંધ્યા દેવી સાથે યજ્ઞોપવિતના પ્રધાન દેવોનું આહ્વાન કરી બ્રહ્મતેજ અને દ્વિજત્વ પ્રાપ્ત કરે છે. આ જ દિવસે ભાઈ�ઓને બહેનો રાખડી રૂપે રક્ષાબંધન કરે છે. આ પર્વે દરિયા ખેડનારા સાગરખેડુ�ઓ દરિયાદેવનું વિધિવત પૂજન કરી દરિયાઇ વેપાર વાણિજ્ય અને માછીમારીનો ફરીથી આરંભ કરે છે.

રક્ષાબંધન કરવાનો

શુભ સમય
À સવારે 7:15 થી 10:30 | શુક્ર,બુધ અને ચંદ્રની હોરા શુભ છે.

À સવારે 11:30 થી બપોરે 12:30 | ગુરુની હોરા શુભ છે.

À બપોરે 3:30 થી સાંજે 6:00 | બુધ અને ચંદ્ર હોરા શુભ છે .

અન્ય સમાચારો પણ છે...