તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાઇન ફ્લૂના વધુ 45 કેસ, મૃત્યુઆંક 24 થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ સ્વાઇન ફ્લૂના નવા 45 કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 11, સુરત શહેરમાં 10, વડોદરા શહેરમાં 4, મહેસાણા અને ભાવનગર ખાતે 3 કેસ નોંધાયા છે. અમદાવાદ અને ગીર સોમનાથમાં મૃત્યુના 1-1 કેસ નોંધાયા છે. 1 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં સ્વાઇન ફ્લૂના 924 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 24 થયો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 391 કેસ અને 11 મોત થયા છે. સુરત શહેરમાં 77, વડોદરા શહેરમાં 49, મહેસાણામાં 49, ગાંધીનગરમાં 30 કેસ નોંધાયા છે. હાલ 349 દર્દીઓ સારવાર હેઠળ છે.

પાટણમાં બેનાં મોત
પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લુનો રોગચાળો વકરી રહ્યો છે. સાંતલપુર તાલુકાના પર ગામની મહિલા અને સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના યુવકનું આ બિમારીમાં શુક્રવારે મોત થતાં ફફડાટ ફેલાયો છે. જ્યારે 5 કેસ પોઝીટીવ નોંધાયા છે.

ગાંધીનગર ¿ 5 ઓક્ટોબર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ સ્વાઇન ફ્લૂના નવા 45 કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 11, સુરત શહેરમાં 10, વડોદરા શહેરમાં 4, મહેસાણા અને ભાવનગર ખાતે 3 કેસ નોંધાયા છે. અમદાવાદ અને ગીર સોમનાથમાં મૃત્યુના 1-1 કેસ નોંધાયા છે. 1 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં સ્વાઇન ફ્લૂના 924 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 24 થયો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 391 કેસ અને 11 મોત થયા છે. સુરત શહેરમાં 77, વડોદરા શહેરમાં 49, મહેસાણામાં 49, ગાંધીનગરમાં 30 કેસ નોંધાયા છે. હાલ 349 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...