• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસમાં ખૂલશે 3030 પોસ્ટ બેંક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસમાં ખૂલશે 3030 પોસ્ટ બેંક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યપરિવારોથી લઇને ઉચ્ચ વર્ગના પરિવારો હાલના સમયમાં બેંકની સુવિધાઓનો લાભ લેતા હોય છે, ત્યારે બચત કરતા પરિવારો માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ દરેક પોસ્ટ ઓફિસમાં પેમેન્ટસ બેંક શરૂ કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓમાં કુલ 3085 પોસ્ટ ઓફિસો આવેલી છે. સૌરાષ્ટ્રમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક (આઇપીપીબી)ની 3030 પોસ્ટ બેંક ખૂલશે. પોસ્ટ ઓફિસની પોસ્ટ બેંકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ એક લાખ સુધીની રકમ જમા કરાવી શકાશે અને તેના કરતા વધુ રકમ જમા કરાવવી હોય તો પોસ્ટઓફિસના ખાતામાં જમા કરાવી શકશે. આખું માળખું 9 હેડ પોસ્ટ ઓફિસની નીચે કામ કરશેે. જેમાં 420 સબ પોસ્ટ ઓફિસો અને 2601 પોસ્ટ ઓફિસ કાર્યરત રહેશે. બેંકમાં ટ્રાન્ઝેકશન, મિનિમમ બેલેન્સ, એટીએમ,ડેબિટ કાર્ડ, એવરેજ બેલેન્સ મોબાઇલ એલર્ટ, મંથલી સ્ટેટમેન્ટ,એકાઉન્ટ સ્ટેટસ ચેન્જ, સ્ટેન્ડિંગ ઇન્ટ્રોડકશન ચાર્જ એકાઉન્ટ બંધ કરવા સહિતના ચાર્જ ચૂકવવા પડતા હોય છે. જો કે પોસ્ટ બેંકમાં એક પણ પૈસાનો ચાર્જ લેવાશે નહીં.

કેન્દ્ર સરકારના આદેશ બાદ અન્ય રાજ્યની જેમ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં લાભ મળતો થશે

સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 3030 પોસ્ટ બેંક ખૂલશે

સુવિધા પોસ્ટ બેંક સરકારી બેંક પ્રાઇવેટ બેંક

મીનિમમઅકાઉન્ટ બેલેન્સ નીલ સરેરાશ રૂ.500 થી રૂ.5000 સરેરાશ રૂ. 2500થી 5000 સુધી

મેક્સિમમ અકાઉન્ટ બેલેન્સ રૂ. 1,00,000 ગમે તેટલું ગમે તેટલું

એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ બીજા વર્ષથી રૂ.100 4 ટ્રાન્ઝે.થી વધુ તો રૂ.150 4 ટ્રાન્ઝે. પછી રૂ.150 કે તેથી વધુ

મિનિમમ ક્વાર્ટરલી બેલેન્સ નીલ અલગ-અલગ નિયમો મુજબ અલગ-અલગ નિયમો મુજબ

અેન્યુઅલ ઇન્ટરેસ્ટ 5.5 ટકા 4થી 4.5 ટકા બેંક મુજબ બેંક પ્રમાણે અલગ-અલગ

ક્વાર્ટલી નોન-મેન્ટેનન્સ ચાર્જ નીલ બેંકના નિયમ મુજબ બેંકના નિયમ મુજબ

મોબાઇલ એલર્ટ ફ્રી સરેરાશ રૂ. 15 કવાર્ટરલી સરેરાશ રૂ. 15 થી રૂ.55 કવાર્ટરલી

પોસ્ટ બેંકની સરખામણીમાં સરકારી અને ખાનગી બેંકની તુલના

પોસ્ટ ઓફિસના ગ્રાહકોને થશે ફાયદો