ભાવનગરમાં જથ્થાબંધ કાપડ બજાર બે દિવસ બંધ પાળશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
GSTનુંઅમલીકરણ આવી રહ્યું છે તેમાં કાપડ બજારને કર માળખામાં ભારે બોજો વધે તેમ હોય ભાવનગરમાં જથ્થાબંધ કાપડ બજારના વેપારી�ઓ GSTના કરમાળખાના વિરોધમાં તા.28 જૂનને બુધવાર અને તા.29 જૂનને ગુરૂવાર, બે દિવસ સુધી બંધ પાળીને વિરોધ વ્યક્ત કરશે.

કાપડ બજારમાં આજ દિન સુધી કોઇ પણ પ્રકારનો ટેક્સ હતો પણ હવે જ્યારે તા.1 જુલાઇથી GST અમલમાં આવશે ત્યારે કાપડ બજાર પર 5 ટકા GST લાગવાનો છે અને બાદમાં એકાઉન્ટ(નામા)ની પદ્ધતિ પણ ખુબ સખત કરી દીધી છે. સંજોગોમાં ભાવનગર જથ્થાબંધ કાપડ એસોસિએશન દ્વારા બુધવાર અને ગુરૂવાર બે દિવસ સુધી સજ્જડ બંધ રાખી વિરોધ કરવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.

કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદકો, સેમી હોલસેલર્સ તથા રિટેઇલ વેપારી�ઓને ખુબ તકલીફ પડે તેમ છે. અંગે તા.29 જૂનને ગુરૂવારે ભાવનગર શહેરના કાપડના દરેક નાના મોટા વેપારી�ઓ રેલી સ્વરૂપે જઇ કલેકટરને આવેદનપત્ર આપવા જશે. સરકારે પણ અપીલ કરાઇ છે કે કાપડના વેપાર સાથે સંકળાયેલા નાના અને મોટા દરેક વેપારી�ઓને GSTમાંથી બાકાત રાખે કારણ કે નાના વેપારી�ઓને ખુબ તકલીફ પડે છે તેમ ભાવનગર જથ્થાબંધ કાપડ બજાર એસો. દ્વારા જણાવાયું છે.

લડત | GSTના કર વધારા સામે વેપારીઓમાં રોષ

આજે અને આવતીકાલે બંધ : ગુરૂવારે રેલી યોજી આવેદન આપશે