ડિગ્રી ઇજેનરીમાં ખાનગી કોલેજોમાં બેઠકો ખાલી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતભરનીડિગ્રી ઇજેનરી કોલેજોમાં આજે મોક રાઉન્ડમાં બેઠકો માટે ચોઇસ ફિલીંગ જાહેર થઇ ગયા બાદ કહી શકાય કે સરકારી ઇજનેરી કોલેજોને બેઠકો પૂરતી મળી ગઇ છે પણ તેની સામે ખાનગી ઇજેનરી કોલેજોમાં મોટા પ્રમાણમાં બેઠકો ખાલી રહી જાય તેવી સ્થિતિ છે.

બોટાદની સાંબવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગમાં કુલ 278 બેઠકો ખાલી રહી ગઇ છે. જેમાં સિવિલમાં 90, મિકેનિકલમાં 90, કમ્પ્યૂટર ઇજનેરીમાં 44 અને ઇલેેેક્ટ્રીકલ ઇજેનરીમાં 44 બેઠકો ખાલી રહી ગઇ છે. જ્યારે ભાવનગરની જ્ઞાનમંજરી ઇજેનરી કોલેજમાં 36 બેઠકો ખાલી પડી છે જેમાં ઇલેેેક્ટ્રીકલ ઇજેનરીમાં 26 અને મિકેનિકલ ઇજનેરીમાં 10 બેઠકો ખાલી રહી ગઇ છે. જ્યારે ભાવનગરની બન્ને સરકારી ઇજેનરી કોલેજ અને સીદસરની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં બેઠકો ભરાઇ ગઇ છે. ગુજરાતભરની ડિગ્રી એન્જિ. કોલેજોમાં પ્રવેશપ્રક્રિયા અંતર્ગત િવદ્યાર્થીઓ માટે પ્રથમ મોકરાઉન્ડ યોજાયા બાદ જે જગ્યાઓ ખાલી પડી તેની યાદી આજે પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાઈ છે. તે મુજબ રાજ્યની મોટાભાગની સેલ્ફ ફાયનાન્સ ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજોમાં બેઠકો ખાલી પડી છે જ્યારે સરકારી ઈજનેરી કોલેજોમાં બેઠકો ભરાઈ ગઈ છે.

મોક રાઉન્ડ બાદ પ્રવેશ કમિટી દ્વારા જાહેરાત

બોટાદની સામ્બવા કોલેજમાં 278 અને

જ્ઞાનમંજરી કોલેજમાં 36 બેઠકો ખાલી