ચિત્રા-ફુલસર વોર્ડમાં બગીચા વિકસાવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંભાવનગર શહેરમાં મહાપાલિકાની હદમાં વધારો કરાયો છે અને નારી, ફુલસર વિગેરે ગામોને ભેળવી દેવામાં આવ્યા છે. ભાવનગરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો છે ત્યારે ઘણી ફાજલ જગ્યાઓ હોય બેથી ત્રણ સર્કલ બનાવી બગીચા વિકસાવવામાં આવે તો પ્રવેશદ્વાર સમાન વિસ્તારની શોભામાં વધારો થાય તેમ ચિત્રા-ફુલસર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કાંતિભાઇ ગોહિલે રજૂઆત કરી છે. શહેરના પ્રવેશદ્વાર સમાન િવસ્તારોમાં બે-ત્રણ બગીચા બનશે તો બાળકો અને યુવાનોને હરવા-ફરવા માટેના સ્થળો પણ વધશે અને ચિત્રા-ફુલસર વોર્ડની સુંદરતામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...