• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરમાં પહેલીવાર થયું રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટનું ઓપરેશન

શહેરમાં પહેલીવાર થયું રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટનું ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર ¿ ભાવનગર | 12 માર્ચ

ભાવનગરનાકણબીવાડ શેરીમાં રહેતા 42 વર્ષિય હંસાબેન સોલંકીનો ખભો જકડાઇ ગયો હતો. અંદરના ભાગે સતત દુખાવો થતો હતો અને ખભાને કૂદરતી રીતે હલાવી-ચલાવી શકાતો નહોતો. ભાવનગરમાં અત્યાર સુધી તકલીફનો ઇલાજ થઇ શકતો નહોતો. પરંતુ ખરાબ થઇ ગયેલા સાંધાને સ્થાને ટાઇટેનીયમ અને કોબાલ્ટ ક્રોમ ધાતુનો સાંધો નાખીને ભાવનગરની સર ટી હોસ્પિટલથી જીલ્લામાં રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટ �ઓપરેશનની શરૂઆત થઇ છે.

હોસ્પિટલના �ઓર્થોપેડીક સર્જન ડો. પીનાકીન વોરાએ કહ્યું કે હંસાબેનના ખભાનો સાંધો ઘસાઇને ખરાબ થઇ ગયો હતો. આના માટે જે જોઇન્ટ નાખવો પડે તે જોઇન્ટનો સમાવેશ કોઇ સરકારી યોજના કે કાર્ડમાં થતો નહોતો અને તેની કિમત પોણા બે લાખ રૂપિયા થઇ શકે એવો એક અંદાજ હતો. માટે પ્રથમ તો દર્દીને હાયર સેન્ટરમાં લઇ જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ એક દાતાએ દાન આપતા સર ટી. હોસ્પિટલમાં ઓપરેશન પ્રથમવાર થયું હતું.

જર્મનીમાં જઇને લીધી હતી ટ્રેનિંગ

^મોટીઉમરે સ્નાયુ ફાટી જવાથી ખભો ઊંચો થઇ શકતો નહોય, સ્નાયુ ઘસાઇ જાય, રિકન્સ્ટ્રક્ટ થઇ શકે તેમ હોય વગેરે સ્થિતિમાં રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટ કરવાનું રહે છે. �ઓપરેશન માટે મેં જર્મની જઇને ટ્રેનીંગ લીધી હતી માટે તે શક્ય બન્યું છે. કોઇ પણ રીતે જોઇન્ટની સગવડ થાય તો ભાવનગરમાં સરકારી હોસ્પિટલમાં હવે �ઓપરેશન વિનામૂલ્યે શક્ય છે. >ડો.પિનાકીનવોરા, ઓર્થોસર્જન, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

ઈન્સ્પેકશન| સાંધા ઘસાઇ ગયા હતા, ખભો જકડાઇ ગયો હતો

અન્ય સમાચારો પણ છે...