વિકાસની ગ્રાન્ટ ફાળવણીમાં પણ ગરમાયંુ રાજકારણ !!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |9 ફેબ્રુઆરી

ભાવનગરિજલ્લા પંચાયત સહિતની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સત્તાથી વિકાસ કામો ઉપર સિધી અસર શરૂ થઇ ગઇ છે. આગામી વર્ષ 2017/18 માટેના આયોજનમાં જેસર તાલુકાના 10 ગામોની બાદબાકી કરાતા રાજકારણ ગરમાયંુ છે. સને. 2017/18ના વર્ષમાં કરવાના વિકાસના કામો માટે તાલુકા લેવલે આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેને િજલ્લા કક્ષાએ મંજુરીની મહોર મારવામાં અાવશે. દરેક તાલુકામાંથી 1-1 કરોડના કામો સુચિત કરવામાં આવી રહ્યા છે.

પરંતુ ભાજપ શાસીત જેસર તાલુકા પંચાયતમાં 10 ગામોને રાતીપાઇ નહીં ફાળવાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અંગે ફેરવિચારણા કરવાની ભાજપે માંગણી કરી છે.

હા, દસ ગામો રહી ગયા છે

^જેસરતાલુકાના દસ ગામોને આયોજનમાં લેવાના રહી ગયા છે. તે હકીકત છે, બાબતે ધારાસભ્ય દ્વારા પણ ફેરવિચારણાની માંગણી કરી છે, હાલમાં આયોજન કરીને િજલ્લા કક્ષાએ મોકલી અપાયંુ છે તેમ છતાં એક કરોડના કામોમાં કોઇ ફેરફાર આવશે તેમાં ગામોનો સમાવેશ કરવાના પ્રયત્નો કરીશંુ,. >સુરેન્દ્રસિંહજાડેજા, તાલુકાવિકાસ અધિકારી, જેસર

રાજકીય રાગદ્વેષ રખાયો છે

^જેસરતાલુકાના જેસર, છાપરિયાળી, ટોલ, સલડી, ઇટિંયા, કોટામોય, તાતણિયા, રાજપરા ચોક, વીરપુર ચોક, ચોક, મોરચૂપણા, નવા જૂના પા, રબારિકા સહિતના ગામોના વિકાસ માટે રાતીપાઇ ફાળવી નથી. જેસર તાલુકામાં ભાજપ છે, જેથી રાગદ્વેશ રખાયો છે. અંગે ફેરઆયોજનની માંગણી કરી છે.. >નિતેન્દ્રસિંહસરવૈયા, પ્રમુખતાલુકા ભાજપ, જેસર

સને.2017/18ના કામોનો અંદાજ

અન્ય સમાચારો પણ છે...