તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા વીસ દિવસમાં 28 વ્યક્તિઓએ કર્યો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા વીસ દિવસમાં 28 વ્યક્તિઓએ કર્યો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ક્રાઇમ રLપોર્ટર | 20 માર્ચ

ભાવનગરશહેરમાં ગત તા.2 માર્ચના રોજ ક.પરાના યુવાને અગ્ની સ્નાન કરી લીધેલ.જયારે ચિત્રામા યુવકને ઇલે. શોક લાગ્યો હતો,તો કુ઼ભારવાડાના યુવકે અને સિંધુનગરની યુવતીએ ફાંસો ખાધો હતો.ચિત્રની સગીરાએ અને વરતેજ તાબેના ખડસલીયા ગામની મહિલાએ અગ્ની સ્નાન કરી લેતા મોત નીપજયા હતા.

એક અંદાજ મુજબ ભાવનગર શહેર અને જીલ્લામાં મળી 12 યુવકો, 1 વૃધ્ધ અને 1 આધેડ સહીત 14 થી વધુ વ્યક્તિઓએ બેકારીથી કંટાળી ઘર પરિવારનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા અંતે બેકારીથી કંટાળી જઇ આપઘાત વહોરી લેવાની ઘટનાઓ બની હતી.અન્ય બનાવોમા બે સગીરાઓએ પણ અગ્ની સ્નાન કરી અને ઝેરી દવા પી લઇ આત્મ હત્યા કર્યાનુ પોલીસ ચોપડે નોંધાવા પામ્યુ છે.

અંગે ભાવનગરના તજજ્ઞોના મત મુજબ મોટા ભાગના આપઘાતના બનાવો જાતે બનવા પામતા હોય છે અને તેમા ખાસ કરીને 16થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિઓ પગલુ ભરતા હોય છે. જો કે અંગે તજજ્ઞોએ એવુ પણ જણાવ્યું હતુ. કે આજના જમાનામા લોકોની સહન શકીત ઘટી રહી છે.અને સામાન્ય બોલાચાલીમાં આપઘાત જવા પગલા ભરી લેતા હોય છે. અગાઉના જમાનામા પરિવારો એક બીજા સાથે રહેવામા માનતા હતા. જયારે આજના જમાનામા મોટા ભાગના લોકોને સ્વતંત્રતા જોઇએ છે. જેના લીધે ઘર પરિવારથી જુદા રહેવાનુ પસંદ કરે છે અને આવક કર્તા ખર્ચ વધી જતા અંતે આપઘાતના પગલા ભરતા હોય છે.

બેકારીથી કંટાળી પુરૂષોએ ફાંસો ખાધાના વધુ બનાવો બની રહ્યા છે જયારે બીમારીથી કંટાળી અથવા આકસ્મિક મોતના બનાવો ઓછા બને છે

મનોમંથન | ભાવનગર પંથકમાં ચિંતાજનક ઘટનાઓ વધી રહી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો