તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • દેશના 42 એરપોર્ટને સાંકળતી યોજનામાં ભાવનગરનો સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના 42 એરપોર્ટને સાંકળતી યોજનામાં ભાવનગરનો સમાવેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર¿ ભાવનગર | 20 માર્ચ

ભાવનગરી�ઓનીહવાઇ યાત્રા આવનારા દિવસોમાં સસ્તી પણ બનશે અને આમ આદમી પણ હવાઇ જહાજમાં ઉડતો થશે. આશાભરી ઉડાન એટલા માટે સંભવ થશે કે એરપોર્ટ �ઓથોરીટી �ઓફ ઇન્ડીયાએ આમ આદમી ઉડાન યોજના અંતર્ગત પીપીપી યોજના અને અન્ય લાભો માટે દેશમાંથી પસંદ થયેલાં 42 એરપોર્ટમાં ભાવનગરનો સમાવેશ કરાયો છે.

હવાઇ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એરપોર્ટ �ઓથોરીટી �ઓફ ઇન્ડીયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ કરેલી એબ જાહેરાત અનુસાર સરકારની ઉડેગા દેશ કા આમ આદમી યોજના હેઠળ દેશના 42 અને તેમાં ગુજરાતના 4 એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર એરપોર્ટમાં કંડલા, મીઠાપુર અને મુન્દ્રા સાથે ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના અંતર્ગત એરપોર્ટનો પીપીપી ધોરણે વિકાસ કરવામાં આવશે અને એર સર્વિસના ભાડાં સસ્તાં પણ કરવામાં આવશે, જેથી આમ આદમી પણ હવાઇ યાત્રાનો લાભ લઇ શકે. યોજનાનો ચોક્કસ અમલ કઇ રીતે અને ક્યારે કરવામાં આવશે તે હજુ વિગતવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે ભાવનગર એરપોર્ટના ઇન્ચાર્જ ડાયરેકટર એમ. કે. સરકારે કહ્યું કે યોજના અંગે હજુ સુધી ભાવનગર એરપોર્ટને સત્તાવાર કોઇ સુચના આપવામાં આવી નથી.

ચીપ ફ્લાઈટ | સસ્તી બનશે ભાવનગરની હવાઇ સેવા

પીપીપી સ્કીમથી ભાવનગર એરપોર્ટનો થશે વિકાસ ઉડે દેશ કા આમ આદમી યોજનાનો થશે અમલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો