ભાવનગર ગ્રામ્ય જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી, ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત યુવા ઉત્સવ સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થી કે બિન વિદ્યાર્થીઓ કોઇપણ યુવક યુવતીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધાના વય ગ્રુપમાં ફેરફાર થયેલ છે. સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં યોજાશે. વિભાગમાં 15 થી 20 વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શકશે. જ્યારે વિભાગમાં 21 થી 25 વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શકશે અને ખુલ્લા વિભાગમાં 15 થી 29 વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શકશે. યુવા ઉત્સવ સ્પર્ધાનાં નિયમો તથા 33 કૃતિઓ રાબેતા મુજબ યથાવત રહેશે. તાલુકા કક્ષાએ યુવા ઉત્સવ તા.10/9 સુધીમાં પૂર્ણ કરી તાલુકાનાં પ્રથમ વિજેતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત અિધકારી કચેરીએ તા.15/9 સુધીમાં પહોંચતી કરવી.

અન્ય સમાચારો પણ છે...