• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મફત કાનુની સહાયની પેનલના વકીલો માટે ટ્રેનીંગનું આયોજન

મફત કાનુની સહાયની પેનલના વકીલો માટે ટ્રેનીંગનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીગલ રિપોર્ટર ¿ ભાવનગર | 20 જાન્યુઆરી

ભાવનગર જિલ્લા કાનુની સેવા સતા મંડળ તથા તાલુકા કાનુની સેવા સમીતી દ્વારા ગરીબ અને નિ:સહાય,જરુરીયાત મંદ લોકોને મફત કાનુની સેવા પુરી પાડતા વકીલો માટે ભાવનગર ખાતે પાંચ વિદસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા ભાવનગર ડીસ્ટ્રીકટ જજ સહીતના તજજ્ઞો દ્વારા માર્ગ દર્શન પુરુ પાડવામા આવી રહ્યું છે.

ભાવનગર જિલ્લા કાનુની સેવા સતા મંડળ તથા તાલુકા કાનુની સેવા સમીતી,ભાવનગર તથા અન્ય તમામ તાલુકા મથકે ગરીબ,નિ:સહાય અને જરૂરિયાત મંદ લોકોને મફત અને સક્ષમ કાનુની સહાય મળી રહે તે માટે બનેલ પેનલમાં સમાવિષ્ટ વકિલોની પાંચ દિવસીય તાલીમનુ આયોજન કરવામા આવ્યું છે.આ તાલીમમાં ભાવનગરનાં ડીસ્ટ્રીકટ જજ જે.જે.પંડયા,એડશ્નલ ડીસ્ટ્રીકટ જજ આર. આઇ. ગનેરીવાલપએમ.જે. પરાશર, કું.કે.આર.પ્રજાપતી તથા પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ કુ.એ.પી. કંસારા,ચીફ જયુ.મેજી. જે.એન.ઠકકર, સચીવ આર.બી. મારફતીયા તથા સીનીયર ધારાશાસ્ત્રી એસ.ડી.જાની જીલ્લા જેલ અધીકારી એ.આઇ.શેખ,પ્રદિપસિંહ ગોહીલ પ્રોબેશા �ઓફીસર દ્વારા ભાવનગરના પેનલ વકીલોને જુદા-જુદા કાયદા�ઓની તાલીમ આપી રહયા છે.

શહેરની ભાવનગર કેળવણી મંડળ સંચાલીત શેઠ એચ.જે.લો.કોલેજ,સરદારનગર ખાતે ચાલી રહી છે.આ કાર્યક્રમમા લો કોલેજના અનુભવી પ્રીન્સીપાલ જે.એ.પંડયાનો સહકાર મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...