ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

હ.વિ.ગોસળીયા સ્થા. જૈન પૌષધશાળા
બરવાળા સંપ્રદાયના પૂ. ધર્મેન્દ્રમુનિ મ.સા.આદિ ઠા.-2 મેઘાણીસર્કલ અક્ષત ફલેટમાં બિરાજમાન છે. ધર્મપ્રેમીઓએ લાભ લેવો. પૂ. અંગુરપ્રભાબાઇ મ.સા.આદિ ઠા.-6 અત્રે બિરાજમાન છે.

વલ્લભસદન, (ખેરઘડા શેરી)

ખારગેટ,કણબીવાડમાં આવેલ વલ્લભ સદનમાં આજે સવારે 11-45 થી 12-30 સુધી છાક મનોરથના દર્શન થશે.

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

પૂ.ધમેન્દ્રમુની મ.સ.ઠા.2 આજે અક્ષીત આર્ક ફલેટ નં.104 મેઘાણી સર્કલ મીલનભાઇ શાહના ફલેટમાં બીરાજે છે.

શ્રધ્ધા આનંદ ગરબા પરિવારના ગરબા

શ્રધ્ધા આનંદ ગરબા પરિવારના ગરબાનો કાર્યક્રમ ખોડીયાર માતાજી મંદિર સંસ્કાર મંડળ દિપક હોલની સામે સાંજે 6 કલાકે રાખેલ છે.

સદગુરૂ મહર્ષિ નવલ સત્સંગ પરિવાર

મહર્ષિ નવલ ભગવાનનો 235મો જન્મોત્સવ અને109મી પુણ્યતીથીએ બ્લડ ડોનેશન, રકતપીત દર્દી માટે સુખડી વિતરણ, ગોમાતાને ધાસચારાની સવા, યુવા વર્ગ વ્યસન મુકિત કાર્યક્રમ ધર્મસભા અને ભોજન પ્રસાદના કાર્યક્રમો તા.24ના જમનાકુંડ વાલ્મીકી ભવન ખાતે યોજાશે.

રાધામંદિરે મહાપુજા

રાધામંદિરને 125 વર્ષ પુરા થતા હોય મંદિરમાં તા.22 સોમવારે વસંત પંચમીના દિવસે ભગવાનની મહાપૂજા રાખેલ છે.તા.23ના વિષ્ણુ મહાયજ્ઞ તથા ધ્વજારોહણનુ આયોજન કરેલ છે.

વિવિધ કાર્યક્રમ

દાંતની તદ્દન વિનામૂલ્યે તપાસ કરાશે
કોઠારી ડેન્ટલ કેર સૂચક હોસ્પીટલ ખાતે આજે સવારે 10 થી 12 દાંતની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે.

રોટરી કલબ ઘોઘાસર્કલમાં રસી અપાશે

રોટરી કબલ ભાવનગર સંચાલીત રોટરી સર્વિસ સેન્ટર ઘોઘાસર્કલ ખાતે કાયમી રસીકરણ કેન્દ્રમાં દર રવિવારે સવારે 9-30 થી11-30 બાળકોને બીસીજી, ડીપીટી, પોલીયો, ઓરી, ઝેરી કમળો રસી ફ્રીમાં તેમજ સાદો કમળો, ટાઇફોઇડ,રોટા,ન્યુ મોકોકલ હિબ વિ.રાહતદરે આપવામાં આવશે.

વિનામૂલ્યે હેલ્થ સેમીનાર

હેલ્થ સેમીનાર, એકયુપ્રેસર અને ફીઝીયોથેરાપીનો વિનામૂલ્યે કેમ્પતા.22,23,24 સાંજે 5 થી 8 ક્રિષ્ના કોમ્પલેક્ષ દુકાન નં.2 સાગવાડી સામે કાળીયાબીડ રાખેલ છે.

મોઢ ચાતુર્વેદી (ચુ.સ.) વિદ્યાર્થીભવન ભાવનગર

મોઢ ચાતુર્વેદી (ચુ.સ.) વિદ્યાર્થીભવન દ્વારા તા.28ને રવિવારના રોજ બપોરે 3 કલાકે ટાઉનહોલ મોતીબાગ ખાતે જ્ઞાતિ સંમેલન રાખેલ છે.જેમા ધોરણ 1 થી 8ના જ્ઞાતિના િવદ્યાર્થીને ઇનામ આપવાનુ હોય માર્કશીટની નકલ સાથે વિદ્યાર્થીને લઇને વાલીએ આવવુ.

રોટરેકટ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ

રોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ દ્વારા આગામી તા.10,11 ફેબ્રુઆરીના બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરેલ છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા તા.5-2 સુધીમાં સાંજે 6 થી 7-30 રોટરી હોલ ઘોઘાસર્કલ ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

શૈક્ષણિક નોંધ

વિજ્ઞાન સફર પ્રોજેકટ
બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં ચાલતા વિજ્ઞાન સફર પ્રોજેકટ અંતર્ગત શાળા નં.81 ના ધો. 7 ના 70 વિદ્યાર્થીઓ, શાળા નં. 1ના ધો. 7 ના 60 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો,મોડેલ્સ, 3ડી મુવી વ. પ્રવૃતિઓ કરી હતી.

િજલ્લા નોંધ

નાના બહુચરાજીધામ, અગીયાળી
સિહોર તાલુકાના અગીયાળી ખાતે આવેલા નાના બહુચરાજીધામમાં તા. 21-1 ને રવિવારે સવારે 9 થી રાત્રીના 9 સુધી દેવીઉપાસક ભગવાનભાઇ જોષી મુંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપશે. બપોરે માઇભકતો માટે મહાપ્રસાદ રાખેલ છે.

ભાવનગર યુનિવર્સિટી

ભાવ.યુનિ. દ્વારા આગામી માર્ચ,એપ્રિલ 2018 માં લેવાનાર વાર્ષિક પધ્ધતિના અભ્યાસક્રમ (રેગ્યુલર બી.એડ.,ડિપ્લોમા ઇન લો અને પી.જી.ડી.સી.એ.સિવાય)પરીક્ષા ફોર્મ ઓનલાઇન તા. 22-1 થી તા. 5-2 સુધીમાં પરીક્ષાર્થીઓએ ભરવાના રહેશે. કોલેજ દ્વારા તેજ પરીક્ષાફોર્મ તા. 7-2 સુધીમાં વેલીડ/ઇનવેલીડ કરવાના રહેશે.

સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ મેને.

વર્ષ 2013 પહેલાના વાર્ષિક તેમજ સેમેસ્ટર પધ્ધતિના એફ.વાય.,એસ.વાય.,ટી.વાય.બી.કોમ.,બી.બી.એ.,બી.સી.એ. તેમજ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. સેમ.-1 થી 6 ના જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પુરો કરી શકયા નથી તેમના માટે માર્ચ-એપ્રિલ-મે-જુન2018 દરમિયાન પરીક્ષા આપવાની છેલ્લી તક અપાઇ છે. જેના ઓફલાઇન પરીક્ષા ફોર્મ તા. 24-1 ને બુધવાર સુધી અગાઉની પરીક્ષાની માર્કશીટની નકલ, ફોટો તથા પરીક્ષા ફી સાથે કોલેજ ખાતે સ્વીકારવામાં આવશે.

નંદકુંવરબા મહિલા કોલેજ

કોલેજની બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. ફેશન ડિઝાઇનીંગમાં યરલી સીસ્ટમની વિદ્યાર્થીનીઓની માર્ચ-એપ્રીલ 2018 માં લેવાનારી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાના હોય તા. 22-1 થી તા. 30-1 સુધીમાં બેન્કના એ.ટી.એમ. સાથે કોલેજમાં ભરી જવાના રહેશે.

બાહ્ય અભ્યાસક્રમ વિભાગ એકસટર્નલ

ટીવાયબીએ રાજયશાસ્ત્રના માર્ગદર્શન વ્યાખ્યાન તા.23 થી 28ના 8 થી 5 એકસટર્નલ વિભાગ ભાવનગર ખાતે શરૂ થનાર છે.ટાઇમ ટેબલ વેબસાઇટ www.mkbhavuni.edu.in પર અેકસટર્નલ ઓનલાઇન એડમીશન લીંક પર મુકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...