• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્ટેમ્પ ડયુટીમાં ભ્રષ્ટાચાર : અંતે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની દ્વારકા ખાતે બદલી કરાઇ

સ્ટેમ્પ ડયુટીમાં ભ્રષ્ટાચાર : અંતે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની દ્વારકા ખાતે બદલી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રીપોર્ટર ભાવનગર | 28 જુલાઇ

ભાવનગરનાસ્ટેમ્પ ડયુટી વિભાગમાં પૈસા બોલતા હૈ... દ્વારા ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ મારતી ગાડીએ ગાંધીનગરથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની ટીમ ભાવનગર આવી તપાસ હાથ ધરતા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ પરિખે આચરેલી ગેરરીતિ બહાર આવતા અંતે ઓફીસ સુપ્રિ.પરીખની દેવભુમિ દ્વારકા (ખંભાળિયા) બદલી કરવામાં આવતા પ્રજાજનોને પણ તંત્ર પર વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે.

ભાવનગર સ્ટેમ્પ ડયુટી વિભાગમાં ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ પરિખ દ્વારા ખુલ્લે આમ ગેરરીતી આચરાતી હતી.ઘણા આસામીઅોને ખોટી રીતે નોટીસ ફટકારી સમાધાન માટે બોલાવી તોડ કરવો, લીઝની રકમમાં ઘટાડો કરી સરકારને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડવા, વહીવટ નહી થયેલી ફાઇલો ગુમ કરી દેવા સહિતની અનેક ફરીયાદો ઉઠતા તત્કાલિન પ્રાંત અધિકારી અને સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર તૃપ્તીબેન વ્યાસે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર સમાચારે તેના કાૈભાંડનો પર્દાફાશ કરી તેની પર છેક સુધીની તપાસ થઇ ત્યા સુધી ગેરરીતિ બહાર લાવ્યુ હતુ. અંતે સ્ટેમ્પ ડયુટીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ પરિખની તાત્કાલિકના ઘોરણે દેવભુિમ દ્વારકા (ખંભાળીયા) બદલી કરવામાં આવી છે.

રાજુ પરિખે આચરેલી ગેરરીતિઓ બાબતે તત્કાલિન પ્રાંત અધિકારી તૃપ્તીબેન વ્યાસ ઓફિસ સુપ્રિ. પરિખના સી.આર.માં નેગેટીવ રીપોર્ટ કરી ગાંધીનગર સુધી કરેલી રજુઆતના આધારે તપાસ માટે આવેલી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની ટીમ પણ ચોકી ઉઠી હતી. સંદર્ભે હજુ વધુ તપાસ કરવામાં આવે તો હજુ ઘણી ગેરરીતીઓ બહાર આવે તેમ છે. ત્યારે વધુ તપાસ કરી સસ્પેન્શન સુધીના પગલા લેવા લોક માંગ ઉઠી છે.

ઓફિસ સુપ્રિ. દ્વારા આચરાતી ગેરરીતિનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક પગલા

એકશન |તત્કાલિન નાયબ કલેકટરની તપાસમાં બહાર આવી વિગત

બદલી કરાઇ છે, તપાસ શરૂ રહેશે

^સ્ટેમ્પડયુટીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ પરિખ સામે ગેરરીતિની તપાસ સંદર્ભે તેની તાત્કાલિક દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. અને પ્રકરણે હજુ તપાસ શરૂ રહેશે. અને કડક કાર્યવાહી કરવામાં આવશે. >બી.એન.ખેર,ઇન્ચાર્જનાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી

અન્ય સમાચારો પણ છે...