શહેરના એરપોર્ટ રોડ પર 111 પામ ટ્રીનું રોપણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રીનસીટીચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવેનભાઇ શેઠના સૌજન્યથી તેમના પિતા રસીકભાઇ શેઠના સ્મરણાર્થે શહેરના એરપોર્ટ રોડ પર રવેચી માતાજીના મંદિરથી એરપોર્ટ સુધીના રોડ પરના ડિવાઇડરમાં 111 પામ ટ્રીઝના વૃક્ષોનું ટ્રી-ગાર્ડ સાથે રોપણ કરાયુ હતુ. માટે દેવેનભાઇ શેઠએ રૂ 1,50,000 નું અનુદાન ગ્રીનસીટી સંસ્થાને અપર્ણ કર્યુ હતુ.

શહેરના એરપોર્ટ રોડની બંને બાજુ અગાઉ ગ્રીનસીટી સંસ્થા દ્વારા સૌપ્રથમ 200 જેટલા લીમડાના વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે નાખવામાં આવ્યા હતા.જે હવે ઝડપભેર વિકસી રહ્યા છે. હવે રોડની વચ્ચોવચ્ચ ડિવાઇડરમાં પામટ્રીઝનું રોપણ થતા રોડનો નઝારો કંઇક અલગ થઇ રહ્યો છે. હવાઇમાર્ગે શહેરમાં પ્રવેશનાર વ્યકિત હરીયાળી જોઇને પ્રભાવીત થઇ જશે તેમ દેવેનભાઇ શેઠએ જણાવ્યુ હતુ.

અવસરે મેયર નિમુબહેન બાંભણીયા, કમિશનર મનોજભાઇ કોઠારી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સુરેશભાઇ ધાંધલીયા, કુલપતિ એસ.એન. ઝાલા, ભરતસિંહ,પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા, એરપોર્ટ હેડ સુધાબેન, પી.એન.આર.ના અશ્વિનભાઇ પંડયા, જીતુભાઇ શાહ, વૃધ્ધાશ્રમના મંત્રી સંતોષભાઇ કામદાર, લો કોલેજના પ્રિન્સીપાલ પંડયા,મણીભાઇ ગાંધી,અશોકભાઇ શેઠ, કમલેશભાઇ શેઠ, અચ્યુતભાઇ મહેતા તેમજ ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ કે.કે. ગોહિલ સહિતના તમામ સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીનસિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

પિતાની સ્મૃતિમાં દેવેનભાઇ શેઠએ રૂ.1.51 લાખનું અનુદાન ગ્રીનસિટીને અપર્ણ કર્યું

અન્ય સમાચારો પણ છે...