સિન્ધી સમાજના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિન્ધીજનરલ પંચાયત દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ સિન્ધી સમાજના ધો. 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન-ઇનામ વિતરણ સમારોહ તા. 31-7 ને રવિવારના રોજ ભાવનગર શહેરના યશવંતરાય નાટયગૃહમાં યોજાશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને યોજાનારા સન્માન સમારોહમાં ભાવનગરના મેયર નીમુબેન બાંભણીયા,રાજયના બાળ મહિલા કલ્યાણમંત્રી ડો. નિર્મલાબેન વાધવાણી,સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઇ મોદી વ. મુખ્યમહેમાનપદે ઉપસ્થિત રહેશે.

સમાજના તેજસ્વી િવદ્યાર્થીઓને સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવાની સિન્ધી જનરલ પંચાયત દ્વારા એક પરંપરા ચાલી રહી છે. તે અનુસાર ચાલુ વર્ષે પણ સમારોહનું આયોજન કરવામાં અવ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના ચેરમેન દિલીપભાઇ જોબનપુત્રા સહિતના સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સિન્ધી જનરલ પંચાયતના પ્રમુખ કનુભાઇ છગનાણીની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...