વાહન ટેસ્ટમાં મેદાન પડે છે નાનુ : RTOનંુ થશે સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર,ભાવનગર | 13 જુલાઇ

ભાવનગર RTO કચેરીમાં વાહન ચાલકોને ટેસ્ટ દેવામાં અગવડતા પડી રહી છે અધુરામાં પુરૂ અહીં ડિટેઇન કરેલા વાહનો પણ મુકવામાં આવતા હોવાથી મેદાન ભરચક થઇ જાય છે, આવી પરિસ્થિતિ વચ્ચે RTO કચેરીનંુ નારી ખાતે સ્થળાંતર કરવા હીલચાલ ચાલી રહી છે.

તંત્ર દ્વારા મોટા વાહનોની ટેસ્ટ નારી ખાતે લેવાઇ રહી છે, વડલા ખાતે RTO કચેરીમાં નાના વાહનોની ટેસ્ટ લેવામાં આવી રહી છે, સમયાંતરે વાહનની સંખ્યા, વસ્તી, વિસ્તારમાં વધી જવા સાથે અહીં ભીડ વધી રહી છે, સામાન્ય અરજદારો પોતાના વાહન લઇને કચેરીમાં આવે તો પણ વાહનોની ખડકલો જોવા મળી રહે છે, ટેસ્ટ સમયે મેદાન નાનુ પડી રહ્યંુ છે.

આવી સ્થિતિમાં નારી હાલમાં મ્યુ. કોર્પોરેશનમાં ભળી ગયંુ છે ત્યારે અહીં જમીનનો પણ પુરતો વિકલ્પ છે. સરકારી પડતર જમીન છે, જે વહીવટી તંત્ર સમક્ષ માંગણી મુકવાનો જ એક પ્રશ્ન છે, આ મામલે RTO તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય જમીન અંગેનો રિપોર્ટ વડી કચેરી સમક્ષ સબમીટ કરવામાં આવ્યો છે. સંભવત: RTO કચેરી અહીંથી નારી ખાતે ખસેડવા માટે જો અમલદાર દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવે તો ગણતરીના સમયમાં કચેરીનંુ સ્થળાંતર થઇ જાશે, પરંતુ અમલદારને કંઇ પડી નહીં હોય તો કાગળ ઉપર કાર્યવાહી ચાલુ રહેશે.

હાલમાં RTO તંત્ર દ્વારા મોટા વાહનોની ટેસ્ટ અને ફીટનેસ કાર્યવાહી નારી ખાતે જ કરવામાં આવી રહી છે, RTOનંુ સ્થળાંતર થાય તો નાના વાહન ચાલકોએ જ ત્યા જવાની ફરજ પડી શકે, બાકીના મોટા વાહનો માટે તો ત્યા ફરજિયાત જવંુ જ પડે છે. આ મામલે તંત્ર કેટલી ઝડપી કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...