• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પ્રથમ વખત જ સ્પિડ ગવર્નર, રેડીયમનું સર્ટી આપવંુ પડશે

પ્રથમ વખત જ સ્પિડ ગવર્નર, રેડીયમનું સર્ટી આપવંુ પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર |ભાવનગર | 13 જુલાઇ

વાહન માલિકે આર.ટી.ઓ.માં પ્રથમ વખત જ સ્પિડ ગવર્નર, રેડીયમનું સર્ટી આપવંુ પડશે. સનેે. 2013 પછીના વાહનમાં રેડીયમ પટ્ટી બરાબર છે કેમ તે ખરાઇ કરાવવાની રહેશે. વાર્ષિંક મેન્ટેનસ કે AMCનો આગ્રહ ન રાખવો તેવો સ્પષ્ટ પરિપત્ર વાહન વ્યવહાર કમિશનર દ્વારા કરાયો છે.

અત્યાર સુધી આર.ટી.ઓ. દ્વારા મનઘડત નિર્ણય કરીને નિયમોને ઠોકી બેસાડાયા હતા જેમાં સ્પષ્ટતા કરતા પરિપત્રમાં જણાવાયંુ છે કે, સ્પિડ ગવર્નર અને સ્પિડ લીિમટ ડીવાઇસના વાર્ષિક એ.એમ.સી.નો આગ્રહ રાખવાનો નથી. તેથી સ્પિડ ગવર્નસના વાર્ષિક મેન્ટેન્સ અંગેના સર્ટીફિકેટનો અને એ.એમ.સી.નો આગ્રહ રાખવો નહીં. પરંતુ માર્ગ સલામતિ માટે જ્યારે પ્રથમ વખત સ્પિડ ગવર્નર, રિફલેકટીવ ટેપ લગાડવામાં આવે ત્યારે સર્ટીફિકેટ રજુ કરવુ ફરજિયાત ઠેરાવાયંુ છે. જેથી તેની એન્ટ્રી સુવાસ સોફટવેરમાં થઇ શકે અને નકલી બનાવટી ટેપ, રેડીયમ પટ્ટી લાગી જવાના કિસ્સાઓ નિવારી શકાય. વધુમાં દર વર્ષે ફીટનેસ આપતા પહેલા ખરાઇ કરાવી લેવાની રહેશે કે અગાઉના વર્ષોમાં લગાડેલી રેડીયમ પટ્ટી કે ટેપ અથવા તો વર્ષે 2013 પછીના વાહનમાં OEM દ્વારા લગાડેલી રેડીયમ પટ્ટી હયાત અને સારી હાલતમાં છે કે ઉખડી થઇ છે, તે ચકાસવંુ. જરૂર લાગે તો ફરીથી પટ્ટી લગાડીને સર્ટીફિકેટ લેવાનંુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...