કેદીએ ભાવનગર જેલમાં કંટાળી ઘેનની દવા પીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 24 ફેબ્રુઆરી

છેલ્લા એક વર્ષથી ભાવનગર જિલ્લા જેલમાં પાકા કેદી તરીકે સજા કાપતા મુળ અમરેલી જિલ્લાના બાબરાના કેદી વાહીદભાઇ અલીભાઇ (ઉ.વ.32 )એ ઘેનની ટીકડીઓ ખાઇ આપઘાતનો પ્રયત્ન કરતા તેને બેભાન હાલતે સારવાર માટે સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા.આ બનાવ અંગે જેલ ઇન્ચાર્જ આર.સી.ચોૈધરીને પુછતા તેઓએ ઉપરોકત માહિતી આપતા જણાવ્યું હતુ કે .પરોકત કેદી છેલ્લા એક વર્ષથી અત્રેની જેલમા પાકા કામના કેદી તરીકે બે ગુન્હામા સજા કાપી રહયો છે.જયારે આ બનાવ અંગે એ.ડીવીજન પોલીસ મથકના પોલીસ કર્મી.અરવીંદસી઼હએ જણાવ્યુ઼ હતુ કે મે તેમનુ નિવેદન લીધુ છુે.તેમા કેદીએ એવુ જણાવ્યું હુત કે તેને અગાઉ જે ખોલીમા રખાયો હતો.તય્ા અન્ય કેદી પણ તેની સાથે હતા.પરંતે સજાના હીસાબે મને અન્ય ખોલીમા ખસેડાયો હતો.જેમા હુ એકલો હતો.અને એકલતાથી કંટાળી વિચારવાયુ થઇ ગયુ હતુ.અને એકલતા કોરી ખાતી હતી.જેથી તેણે ઘેનની ટીકડીઓ ખાધી હોવાનુ જણાવ્યુ઼ હતુ.

અન્ય સમાચારો પણ છે...