તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુિન.ની દીવાલ પર ચિત્રોમાં ગાંધી વિચારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ નાઈસ સ્કૂલ, ક્ષિતિજ આર્ટના ઉપક્રમે આયોજન

ભાવનગર | 26 સપ્ટેમ્બર

જોયઓફ ગીવીંગ સપ્તાહ તેમજ ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે જ્ઞાનમંજરી િવદ્યાપીઠ દ્વારા સંચાલિત નાઈસ પ્રાયમરી સ્કૂલ, ક્ષિતિજ આર્ટ અને સૌરાષ્ટ્ર સમાચારના સંયુક્ત ઉપક્રમે ‘દિલથી દિવાલ સુધી ગાંધીજી’ શિર્ષક તળે ભાવનગર યુિનવર્સિટીની િદવાલ પર ગાંધીજીવન તેમજ તેમની વિચારધારાને પ્રગટ કરતા ચિત્રો દોરી સમાજને ગાંધીભિમુખ કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરાયું છે.

શહેરના વિકટોરીયાપાર્ક અને ડોકટર હોલની િદવાલો પર મેઘધનુષી રંગો દ્વારા કલાની કસબ પાથરી ભાવેણાના કલાકારોની કલા ઉજાગર કર્યા બાદ આગામી તા.2જી ઓક્ટોબરને રવિવારના રોજ નાઈસ પ્રાયમરી સ્કૂલ, ક્ષિતિજ આર્ટ અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા િવકટોરીયાપાર્ક સામે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુિનવર્સિટીની દિવાલ પર ચિત્રો દોરવાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ‘દિલથી દિવાલ સુધી ગાંધીજી’ શિર્ષક હેઠળ યોજાનાર કાર્યક્રમમાં ગાંધીજીના િવચારો અને તેમનું જીવન ચરિત્ર ચિત્રો દ્વારા ભાવેણાના કલાકારો વ્યક્ત કરશે. આમ ભાવનગરના ચિત્ર કલાકારો ગાંધી જયંતીના િદવસે રાષ્ટ્ર પિતાના જીવન અને તેમના િવચારોને યુનિ.ની દીવાલ પર અભિવ્યક્ત કરી સાચી અંજલી આપશે.

ઉજવણી | ગાંધી જયંતીના િદવસે દિલથી દિવાલ સુધી ગાંધીજી અભિવ્યક્ત થશે

અન્ય સમાચારો પણ છે...