તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલ લેસ સિટી બનાવવાની યોજનામાં પોલંપોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2000માં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અમલમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં જે પોલીસી નક્કી કરવામાં આવેલી તે અંતર્ગત તમામ શહેરોને પોલ લેસ સિટી બનાવવા પરિપત્ર જારી કરવામાં આવેલા. ભાવનગરમાં તેના માટે વર્ષ 2003-04 દરમિયાન મોટા પાયે ડ્રાઇવ કરી અને સંબંધિત અધિકારીઓ દ્વારા કાગળ ઉપર પોલ લેસ બનાવવાનું ઘોષિત કરાયુ, પરંતુ આજે પણ ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં ટેલિફોનના થાંભલા બિનઉપયોગી હોવા છતા ઉભા છે.

ભાવનગરની મુખ્ય બજાર એમ.જી.રોડમાં વેપારીઓની દુકાનને આડે આવતા હોય, રાહદારીઓને નડતા હોય, ફૂટપાથમાં નડતા હોય તેવા તમામ થાંભલા દૂર કરવા માટે એમ.જી.રોડ વેપારી એસોસિએશન વતી યોગેશ બદાણીએ પણ વારંવાર રજૂઆતો કરેલી હોવા છતા આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

બેદરકારી| BSNL દ્વારા 2004માં કામગીરી કરાયા બાદ પણ ઠેર ઠેર પોલ : બિનઉપયોગી થાંભલા દૂર કરાતા નથી

4G માટે BSNL દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ

ખાનગીમોબાઇલ સર્વિસ પ્રોવાઇડરો દ્વારા આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને 4જી સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને ખાસ કરીને યુવા વર્ગમાં તે ખાસ્સી લોકપ્રીય બની રહી છે. માર્કેટનો હિસ્સો ગુમાવવો પડે અને સ્પર્ધામાં ટકી શકાય તેના માટે બીએસએનએલ દ્વારા પણ 4જ સેવાઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને 6 માસની અંદર ગુજરાત આખામાં સેવાઓ શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે. હાલ બીએસએનએલ પાસે પોતાના ટાવર, નેટવર્ક સહિતની તમામ બાબતો ઉપલબ્ધ હોવાથી 4જી સેવાઓ ઓછા સમયમાં શરૂ કરી શકાય તેમ છે.

કનેકશન નાંખવા ઉપયોગી હોય તેવા પોલ રાખ્યા છે

^ભાવનગરમાંજૂના ટેલિફોનના થાંભલા જે બિનઉપયોગી હતા તે હટાવી લેવામાં આવ્યા છે. ખાસ કરીને હાઇ-વે, મુખ્ય રસ્તાઓની બાજુમાંથી હટાવી લેવાયા છે. હાલ આંતરીયાળ થાંભલા છે તેને કનેકશન નાંખવા ઉપયોગી થઇ શકે તેના માટે રાખવામાં આવ્યા છે. >એમ.એલ.ખાટસુરીયા,ડિવિઝનલએન્જિનિયર, ભારત સંચાર નિગમ લિમિટેડ

મેઇન બજાર

ભાંગલીગેટ

સુભાષનગર

નિલમબાગ

મેઘાણી સર્કલ

કાળીયાબીડ

વાઘાવાડી રોડ

સંસ્કાર મંડળ

આતાભાઇ રોડ

અન્ય સમાચારો પણ છે...