તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યુનિવર્સિટીમાં 1 ઓક્ટોબરથી લેવાનારી પરીક્ષાઓ હવે 15મી નવેમ્બરથી લેવાશે

યુનિવર્સિટીમાં 1 ઓક્ટોબરથી લેવાનારી પરીક્ષાઓ હવે 15મી નવેમ્બરથી લેવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |27 સપ્ટેમ્બર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા વર્ષે નવરાત્રિથી વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાઓનો આરંભ થવાનો હતો પણ આખરે યુનિ.એ નિર્ણય બદલાવ્યો છે અને નોરતામાં પરીક્ષા નડતરરૂપ બને તે રીતે તા.1 ઓક્ટોબરથી શરૂ થનારી વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ તા.15 નવેમ્બરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે કુલપતિ ડો.શૈલેષભાઇ ઝાલાએ વિદ્યાર્થી હિતને ધ્યાને લઇ વર્ષ-2013 પહેલાના રેગ્યુલર અભ્યાસક્રમોના તમામ વિદ્યાર્થીઅો માટે વર્ષે અોક્ટોબર-નવેમ્બર - 2016ની પરીક્ષા એક ખાસ કિસ્સા તરીકે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તા.1 ઓક્ટોબરથી શરૂ થતી તમામ પરીક્ષાઓ (સ્નાતક કક્ષાએ સીબીસીએસ સેમેસ્ટર-4,5,6, પીજીડીસીએ સેમેસ્ટર-2 ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનીંગ સેમેસ્ટર-3 અને બી.એડ. સેમેસ્ટર-2 ન્યૂ સિવાયની) પરીક્ષાઓ તા.15 નવેમ્બરથી લેવામાં આવશે. જેનું વિગતવાર સમયપત્રક હવે પછીથી જાહેર કરવામાં આવશે. ઉપરાંત સ્નાતક કક્ષાએ સીબીસીએસ સેમેસ્ટર-4,5,6, પીજીડીસીએ સેમેસ્ટર-2 ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનીંગ સેમેસ્ટર-3 અને બી.એડ. સેમેસ્ટર-2 (ન્યૂ)ની પરીક્ષાઓ તા.10 ઓક્ટોબરથી શરૂ થતી અન્ય પરીક્ષાઓની સાથે લેવામાં આવશે. વિશેષમાં જણાવાયું છે કે તા.3 ઓક્ટોબરથી શરૂ થતી પ્રથમ બીએચએમએસ(ન્યૂ), પ્રથમ વર્ષ એમબીબીએસ અને એમએસ અને એમડી તેમજ તા.10 ઓક્ટોબરથી શરૂ થતી અન્ય પરીક્ષાઓ રાબેતા મુજબ લેવામાં આવશે તેમ પરીક્ષા નિયામક ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે.

કુલપતિ દ્વારા ખાસ કિસ્સા તરીકે વર્ષ 2013 પહેલાના રેગ્યુલર કોર્સીસના તમામ વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબર-નવેમ્બર-2016ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. આથી સંબંધિત વિદ્યાર્થીઅોએ, યુ.જી.સીબીસીએસ સેમેસ્ટર-1,2,3 અને ઓલ્ડ વાર્ષિક પદ્ધતિ, નવા વાર્ષિક અભ્યાસક્રમ પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર,2016ની પરીક્ષા માટેના ફોર્મ તા.29 સપ્ટેમ્બરથી તા.3 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન (જ્યાં લાગુ પડતું હોય ત્યાં ) તથા ઓફ લાઇન ફોર્મ તથા ફી ભરી કોલેજ દ્વારા પરીક્ષા વિભાગમાં સબમીટ કરવાના રહેશે.

કઇ કઇ પરીક્ષાઓ 15મી નવેમ્બરથી લેવાશે

^એમ.કે.બી.યુનિ.દ્વારા તા.1 અોક્ટોબરથી લેવાનારી મોટા ભાગની પરીક્ષા�ઓ 15મી નવેમ્બરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતિય વર્ષ સાયન્સ, કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીની પરીક્ષા ઉપરાંત બીબીએ, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ જેવી ફેકલ્ટીની પરીક્ષાઓનો સમાવેશ થશે. તેનું વિગતવાર ટાઇમ ટેબલ હવે પછી જાહેર થશે. >ડો.કૌશિકભાઇભટ્ટ, પરીક્ષાનિયામક, એમ.કે.બી.યુનિ.

2013 પહેલાના વિદ્યાર્થીઓ વર્ષે ઓક્ટોબરની પરીક્ષા આપી શકશે

અન્ય સમાચારો પણ છે...